Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ખાદ્યાન્ન સુરક્ષા અને સંલગ્ન ક્ષેત્રોમાં સહયોગ માટે એક સહયોગ વ્યવસ્થાને મંજુરી આપી


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ખાદ્યાન્ન સુરક્ષા અને સંલગ્ન ક્ષેત્રોમાં સહયોગ માટે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઑફ ઇન્ડિયા (એફએસએસએઆઈ), આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (એમઓએચએન્ડ એફડબ્લ્યુ) તથા કૃષિ, સિંચાઈ અને પશુધન મંત્રાલય (મેઈલ), અફઘાનિસ્તાન વચ્ચે સહયોગ વ્યવસ્થા ઉપર હસ્તાક્ષર કરવાની મંજુરી આપી દીધી છે.

સહયોગ માટેના ક્ષેત્રોમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે.

  • માહિતીના આદાન-પ્રદાન અને દુરસંચાર માટેના તંત્રની સ્થાપના
  • પસંદ કરવામાં આવેલા હિતના મુદ્દાઓ ખાસ કરીને આયાત પ્રક્રિયા, ક્વોલીટી કંટ્રોલ ઓપેરેશન, સેમ્પલીંગ, ટેસ્ટીંગ, પેકેજીંગ અને લેબલિંગ ઉપર ટેકનીકલ આદાન-પ્રદાનને સુવિધા આપવી
  • સંયુક્ત સેમીનાર, વર્કશોપ, મુલાકાતો, પ્રવચનો, તાલીમ કાર્યક્રમ વગેરેને સુવિધા આપવી અથવા તેમનું આયોજન કરવું.
  • ભાગીદારોના તેમની જવાબદારીઓની અંદર રહીને તેમના હિત માટેના અન્ય ક્ષેત્રો જેમને તેઓ પરસ્પર નિર્ધારિત કરે.

આ સહયોગાત્મક વ્યવસ્થા ખાદ્યાન્ન સુરક્ષા પ્રણાલીને સુધારવા માટે માહિતીના આદાન-પ્રદાન, તાલીમ અને ક્ષમતા નિર્માણ માટેના પગલાઓ તથા એકબીજા પાસેથી તેમની શ્રેષ્ઠ પ્રવૃત્તિઓમાંથી શીખવાની વૃત્તિને કેળવવામાં મદદ કરશે.

 

RP