Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારતીય આયત-નિકાસ બેંકનાં પુનઃમુડીકરણને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે એક્ઝીમ બેંકના પુનઃમુડીકરણને મંજૂરી આપી દીધી છે, જેની વિગતો નીચે મુજબ છે:

  • એક્સપોર્ટ ઈમ્પોર્ટ બેંક ઑફ ઇન્ડિયા (એક્ઝીમ બેંક)માં મૂડી ઉમેરણ માટે ભારત સરકાર દ્વારા 6000 કરોડ રૂપિયાના પુનઃમુડીકરણ બોન્ડની ફાળવણી કરવામાં આવી છે.
  • ઇક્વિટી બે શાખાઓમાં અનુક્રમે નાણાકીય વર્ષ 2018-19માં 4500 કરોડ રૂપિયા અને નાણાકીય વર્ષ 2019-20માં 1500 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.
  • મંત્રીમંડળે એક્ઝીમ બેંકની પ્રમાણભૂત મૂડી કે જે 10,000 કરોડ રૂપિયા હતી તેને વધારીને હવે 20,000 કરોડ રૂપિયા કરવા માટે મંજૂરી આપી છે. પુનઃમુડીકરણ બોન્ડ જાહેર ક્ષેત્રની બેંકોને જાહેર કરવામાં આવેલ બાબતો અનુસાર તૈયાર કરવામાં આવશે.

મુખ્ય અસરો:

  • એક્ઝીમ બેંક એ ભારત માટે મુખ્ય નિકાસ ધિરાણ સંસ્થા છે.
  • એક્ઝીમ બેંકમાં મૂડીનું ઉમેરણ તેને મૂડીની ઉપલબ્ધતામાં વધારો કરવા અને વધુ સુધરેલી ક્ષમતા સાથે ભારતીય નિકાસને સહાયતા કરવામાં સક્ષમ બનાવશે.
  • આ ફાળવણી ભારતીય કાપડ ઉદ્યોગને સહાયતા કરવા, આર્થિક રાહત યોજના (સીએફએસ)માં સમાન પરિવર્તનો, ભારતની સક્રિય વિદેશ નીતિ અને વ્યૂહાત્મક હેતુને ધ્યાનમાં રાખતા ભવિષ્યમાં નવી એલઓસીની સંભાવનાઓ વગેરે જેવી નવી પહેલોની શરૂઆત કરવા માટે પ્રોત્સાહન આપશે.

પૂર્વભૂમિકા:

એક્ઝીમ બેંક ઑફ ઇન્ડિયા (એક્ઝીમ બેંક)ની સ્થાપના એક સંસદીય અધિનિયમ અંતર્ગત 1982માં ટોચની નાણાકીય સંસ્થા તરીકે કરવામાં આવી હતી. તેનો હેતુ ભારતના આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન આપવા, નાણાભંડોળ પૂરું પાડવા અને સુવિધા પૂરી પાડવાનો હતો. આ બેંક મુખ્યત્વે ભારતમાંથી થતા નિકાસને ધિરાણ પૂરું પાડે છે જેમાં સહાય કરતા આંતરરાષ્ટ્રીય ખરીદકર્તાઓ અને ભારતમાંથી વિકાસાત્મક અને માળખાગત બાંધકામના પ્રોજેક્ટ, સાધનો, માલસામાન અને સેવાઓના નિકાસ માટે ભારતીય પુરવઠો પૂરો પાડનારનો સમાવેશ થાય છે. તે આરબીઆઈ દ્વારા નિયંત્રિત છે.

 

NP/J.Khunt/GP/RP