Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારતમાં સતત, સ્થાયી તથા ઓછા કાર્બનના તાપ વિદ્યુત વિકાસને પ્રોત્સાહિત કરવા માટે ભારત તથા જાપાનની વચ્ચે સહેમતીના પૂર્વવ્યાપી પ્રભાવને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રીમંડળે ભારતમાં સતત, સ્થાયી તથા ઓછા કાર્બનના તાપ વિદ્યુત વિકાસને પ્રોત્સાહિત કરવા માટે ભારત તથા જાપાનની વચ્ચે સહેમતિને પૂર્વવ્યાપી પ્રભાવથી મંજૂરી આપી દીધી છે.

સહેમતિ જ્ઞાપન પર હસ્તાંક્ષરથી ભારતને સતત, સ્થાયી તથા ઓછા કાર્બનના તાપ વિદ્યુત વિકાસને પ્રોત્સાહન આપવા સંબંધિત વિષયો તથા બાધાઓ દૂર કરવામાં મદદ મળશે. આ વિષયો તથા બાધાઓની ઓળખ પહેલાના શરૂઆતના અધ્યયન, ઉર્જા સક્ષમતા, નવીકરણ તથા આધુનિકીકરણની દિશામાં જારી સહયોગ, નવીકરણ અને આધુનિકીકરણના મૂર્તરૂપ આપવામાં ગતિવિધીઓના સમર્થન તથા કાર્યાન્વયન, જ્ઞાન તથા તાપ વિદ્યુત સંયંત્રો જેવા અલ્ટ્રાસુપર ક્રિટિકલ (સુએસસી) તથા અન્ય પર્યાવરણમુખી ટેકનિકને સમર્થન આપવા માટે ટેક્નોલોજી આદાન – પ્રદાનમાં થઈ. આ તમામ બાબતો ભારત માટે સમગ્ર વિદ્યુત વિકાસ માટે અનુકૂળ છે તથા પ્રાસંગિક નીતિ કાર્યન્વયનમાં સહાયક છે.

પ્રસ્તાવમાં નિમ્નલિખિત કાર્યગતિવિધીઓ છે : –

1. ભારતીય વિદ્યુત ક્ષેત્રમાં વર્તમાન તથા ભવિષ્યના નીતિગત પરિણામને અદ્યતન રાખવું. આરએન્ડએમ તથા લાઇફ એક્સટેન્શન (એલઇ)થી નવા વિદ્યુત વિકાસ સુધીના વ્યાપક કવરેજ સાથે. જેવી બાધાઓની ઓળખ પર વિચાર અને તેનું કેન્દ્રીય વિદ્યુત પ્રાધિકરણ (સીએઇ) તથા જાપાન કોલસા ઉર્જા કેન્દ્ર (જેસીઓએએલ) દ્વારા પરસ્પર સહયોગથી સમાધાન.

2. વર્તમાન તથા આપવામાં આવનારી સુવિધાઓ બંને સંબંધિત વિષયોને ચિન્હિત કરવા અને તેમાંથી કોઇ પણનું સંચાલન તથા જાળવણી કરવી.

3. બાકીના જીવન મૂલ્યાંકન (આરએલએ) તથા સશર્ત મૂલ્યાંકન અધ્યયન સહિત સંપૂર્ણ પરીક્ષણ તથા અન્ય ઉપલબ્ધ તથા કારગર ઉપાયને પ્રાથમિકતાની સાથે લાગૂ કરવી. આ શરૂઆતના અધ્યયન તથા સહયોગને અંતર્ગત લક્ષિત વિજળી કેન્દ્રો સુધી સીમિત ન હોવું જોઇએ. સીઇએ તથા જેસીઓએએલ પરસ્પર વિચાર – વિમર્શથી લક્ષિત વિજળીઘરો – એકમોની સંખ્યા નક્કી કરશે.

4. તાપ વિદ્યુત ઉત્પાદન ટેક્નોલોજી આધારિત વિજળી વિકાસના કોઇ પણ મામલામાં ઔચિત્ય સંભાવના પર વિચાર. વિચારમાં વર્તમાન નાણાકિય સાધનોથી ધન પોષણ તથા દ્વીપક્ષીય નાણાકિય યોજનાઓથી ધન પોષણના સંદર્ભમાં વિચાર.

5. દ્વીપક્ષીય – બહુપક્ષીય કમી પૂર્તિ યોજનાઓથી કાર્બન ક્રેડિટ અધિગ્રહણ માટે સંભાવનાઓ પર વિચાર, વિદ્યુત વિકાસના મામલામાં નાણાકિય પક્ષના વિચાર પર આ યોજનાઓને મૂર્તરૂપ આપવામાં આવી શકાશે.

6. ભારતમાં વાર્ષિક કાર્યશાળાને ક્રિયાન્વિત કરવી તથા દ્વિપક્ષીય જ્ઞાન તથા ટેક્નોલોજી આદાન – પ્રદાન કરવા માટે જાપાનમાં સીસીટી હસ્તાંક્ષર કાર્યક્રમ ક્રિયાન્વિત કરવા.

7. સંયુક્ત વાર્ષિક બેઠકનું આયોજન. તેના સંબંધિત પક્ષોમાં પ્રતિનિધિ સામેલ થશે તથા પરિયોજનાના કાર્યાન્વયનમાં સામે આવી રહેલા વિષયો પર વિચાર – વિમર્શ કરશે જેથી પરિયોજનાના પ્રભાવને વધારી શકાય. સંબંધિત પક્ષોની સહેમતિથી કોઇ પણ પ્રાસંગિક પક્ષ – હિતધારક વિશેષ આમંત્રિતના રૂપમાં બેઠકમાં સામેલ થઇ શકે છે.

J.Khunt