ભારતના સ્થાનિક પરમાણુ ઊર્જા કાર્યક્રમને ઝડપી બનાવવાના અને દેશના પરમાણુ ઉદ્યોગને વેગ આપવા એક મહત્વપૂર્ણ નિર્ણયમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ભારતના સ્વદેશી પ્રેસરાઇઝ હેવી વોટર રિએક્ટર્સ (પીએચડબલ્યુઆર)ના 10 યુનિટના નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી હતી. પ્લાન્ટની કુલ સ્થાપિત ક્ષમતા 7000 મેગાવોટ થશે. 10 પીએચડબલ્યુઆર પ્રોજેક્ટ પરમાણુ ઊર્જા ઉત્પાદન ક્ષમતામાં મોટો વધારો કરશે.
ભારત 22 કાર્યરત પ્લાન્ટ ધરાવે છે, જેની સ્થાપિત પરમાણુ ઊર્જા ક્ષમતા 6780 મેગાવોટ છે. હાલ નિર્માણાધિન પ્રોજેક્ટ મારફતે વર્ષ 2021-22 સુધીમાં વધુ 6700 મેગાવોટ પરમાણુ ઊર્જા પેદા થશે એવી અપેક્ષા છે. સરકાર તેના શાસન અને જનકેન્દ્રીત સુશાસનના ત્રણ વર્ષની ઉજવણી કરી રહી હોવાથી ભારતના પરમાણુ ઊર્જા ક્ષેત્ર માટે પ્રથમ પ્રકારના પ્રોજેક્ટમાં સંપૂર્ણ સ્વદેશી પહેલ સ્વરૂપે 10 નવા યુનિટનું નિર્માણ અભિયાનના ધોરણે થશે. આ ક્ષેત્રમાં તે સરકારના મહત્વાકાંક્ષી અભિયાન “મેક ઇન ઇન્ડિયા” પ્રોજેક્ટ્સમાંનો એક હશે.
સ્થાનિક ઉદ્યોગને 70,000 કરોડના ઉત્પાદન ઓર્ડર્સ સાથે પ્રોજેક્ટ ભારતીય પરમાણુ ઉદ્યોગને આપણા મજબૂત પરમાણુ ઊર્જા ક્ષેત્રના લક્ષ્યાંક સાથે જોડીને કાયપલટ કરવામાં મદદ કરશે, જેમાં આપણી સ્વદેશી ઔદ્યોગિક હાઈ-એન્ડ ટેકનોલોજીનો ઉપયોગ થશે.
પ્રોજેક્ટ અમલીકરણ માટે ફ્લીટ મોડ સ્વીકારવામાં આવ્યો છે, જેથી વાજબી સમય અને ખર્ચમાં પૂર્ણ થશે. તે પ્રત્યક્ષ અને પરોક્ષ સ્વરૂપે 33,400થી વધારે રોજગારીનું સર્જન કરશે તેવી અપેક્ષા છે. સ્થાનિક ઉદ્યોગને ઉત્પાદનના ઓર્ડર્સ સાથે તે મુખ્ય પરમાણુ ઉત્પાદન પાવરહાઉસ તરીકે ભારતની વિશ્વસનિયતાને વધારવા મહત્વપૂર્ણ પગલું બનશે.
આ 10 રિએક્ટર્સ ભારતની અત્યાધુનિક ટેકનોલોજી સાથે 700 મેગાવોટ પીએચડબલ્યુઆર ફ્લીટની લેટેસ્ટ ડિઝાઇનનો ભાગ બનશે, જે સલામતીના ઊંચા ધારાધોરણોને પૂર્ણ કરશે.
વળી આ મંજૂરી આપણી ટેકનોલોજીકલ ક્ષમતાઓનું નિર્માણ કરવા ભારતના વૈજ્ઞાનિકોની ક્ષમતામાં દ્રઢ વિશ્વાસનું પણ પ્રતીક છે. આ પ્રોજેક્ટની ડિઝાઇન અને ડેવલપમેન્ટ ભારતે પરમાણુ વિજ્ઞાન સમુદાય અને ઉદ્યોગ દ્વારા હાંસલ ઝડપી પ્રગતિનો પુરાવો છે. તે આપણા પરમાણુ વિજ્ઞાનીઓની શ્રેષ્ઠતા સૂચવે છે જે સ્વદેશી પીએચડબલ્યુઆર ટેકનોલોજીના તમામ પાસાંઓમાં હાંસલ થઈ છે. છેલ્લા આશરે 40 વર્ષમાં પીએચડબલ્યુઆર રિએક્ટર્સનું નિર્માણ કરવાની અને તેને કાર્યરત કરવાની ભારતની કામગીરીની વૈશ્વિક સ્તરે પ્રશંસા થઈ છે.
મંત્રીમંડળનો નિર્ણય સરકારની સ્વચ્છ ઊર્જાનો ઉપયોગ કરવાની પ્રાથમિકતા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે, જે અંતર્ગત કાર્બનનું ઓછું ઉત્સર્જન કરવાની વ્યૂહરચના અને દેશના ઔદ્યોગીકરણ માટે લાંબા ગાળાના લોડની જરૂરિયાતો સુનિશ્ચિત કરવાના ભાગરૂપે ભારતમાં સંયુક્ત ઊર્જાનો ઉપયોગ થશે.
તે સ્થાયી વિકાસ, ઊર્જા સ્વનિર્ભરતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને પણ પ્રોત્સાહન આપે છે તથા આબોહવામાં ફેરફારનો સામનો કરવા વૈશ્વિક પ્રયાસોને વધારશે.
TR
A vital decision of the Cabinet that pertains to transformation of the domestic nuclear industry. https://t.co/YupSIpL0Rv
— Narendra Modi (@narendramodi) May 17, 2017