પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે બ્રહ્મપુત્ર વેલી ફર્ટિલાઇઝર કોર્પોરેશન લિમિટેડ (BVFCL), નામરૂપ આસામના હાલના પરિસરમાં યુરિયા ઉત્પાદનની 12.7 લાખ મેટ્રિક ટન (LMT) વાર્ષિક ક્ષમતા ધરાવતા નવા બ્રાઉનફિલ્ડ એમોનિયા-યુરિયા સંકુલની સ્થાપનાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. નવી રોકાણ નીતિ, 2012 અને 7 ઓક્ટોબર, 2014ના રોજ તેના સુધારાઓ હેઠળ, સંયુક્ત સાહસ (JV) દ્વારા આ સંકુલનો અંદાજિત કુલ પ્રોજેક્ટ ખર્ચ રૂ. 10,601.40 કરોડ છે અને તેનો ડેટ ઇક્વિટી રેશિયો 70:30 છે. નામરૂપ-IV પ્રોજેક્ટના કમિશનિંગ માટેનો એકંદર સમય શેડ્યૂલ 48 મહિનાનો છે.
આ ઉપરાંત મંત્રીમંડળે નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (એનએફએલ)ની જાહેર સાહસોનાં વિભાગ (ડીપીઇ)ની માર્ગદર્શિકામાં નિર્ધારિત મર્યાદામાં છૂટછાટમાં 18 ટકાની ઇક્વિટી ભાગીદારીને પણ મંજૂરી આપી હતી. અને નામરૂપ-4 ફર્ટિલાઇઝર પ્લાન્ટની સ્થાપનાની પ્રક્રિયાની દેખરેખ માટે એક આંતર–મંત્રાલય સમિતિ (આઇએમસી)ની રચના કરશે.
પ્રસ્તાવિત સંયુક્ત સાહસમાં ઇક્વિટી પેટર્ન નીચે મુજબ હશેઃ
(1) આસામ સરકાર: 40 ટકા
(ii) બ્રહ્મપુત્રા વેલી ફર્ટિલાઇઝર કોર્પોરેશન લિમિટેડ (બીવીએફસીએલ) : 11 ટકા
(iii) હિન્દુસ્તાન ઉર્વરક એન્ડ રસાયણ લિમિટેડ (એચયુઆરએલ): 13%
(iv) નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (એનએફએલ): 18%
(૫) ઓઈલ ઈન્ડિયા લિમિટેડ (ઓઆઈએલ) : 18%
બીવીએફસીએલનો ઇક્વિટીનો હિસ્સો મૂર્ત અસ્કયામતોના બદલામાં રહેશે.
આ પરિયોજનાથી દેશમાં ખાસ કરીને પૂર્વોત્તર ક્ષેત્રમાં સ્થાનિક યૂરિયા ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. તે પૂર્વોત્તર, બિહાર, પશ્ચિમ બંગાળ, પૂર્વી ઉત્તરપ્રદેશ અને ઝારખંડના યુરિયા ખાતરોની વધતી માંગને પહોંચી વળશે. નામરૂપ-4 એકમની સ્થાપના વધારે ઊર્જાદક્ષ હશે. તે આ વિસ્તારના લોકો માટે વધારાની પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો માટે માર્ગો પણ ખોલશે. તે દેશમાં યુરિયામાં આત્મનિર્ભરતાનાં સ્વપ્નને સાકાર કરવામાં મદદરૂપ થશે.
AP/IJ/GP/JD