પ્રધાનંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે બંધારણીય (જમ્મુ અને કાશ્મીરને લાગુ) સુધારા આદેશ, 2017 દ્વારા બંધારણીય (જમ્મુ અને કાશ્મીરમાં લાગુ) આદેશ, 1954માં સુધારો કરવા માટે કાર્યોત્તર મંજૂરી આપી છે.
આ મંજૂરી જમ્મુ-કાશ્મીર રાજ્યમાં વસ્તુ અને સેવા વેરા (જીએસટી)નો અમલ કરવા માટેનો માર્ગ મોકળો કરશે.
બંધારણીય (જમ્મુ અને કાશ્મીરમાં લાગુ) સુધારણા આદેશ, 2017ને સંસદની મંજૂરી પછી 6 જુલાઈ, 2017ના રોજ ભારતના ગેઝેટમાં નોટફાઇડ કરવામાં આવ્યો છે.
TR