Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે પ્રાદેશિક હવાઈ ઉડ્ડયન ભાગીદારી અંગે બ્રિકસ રાષ્ટ્રો વચ્ચે સમજૂતી કરારો પરના હસ્તાક્ષરને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે આજે પ્રાદેશિક હવાઈ ઉડ્ડયન ભાગીદારી સહયોગ પર બ્રિકસ રાષ્ટ્રો બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે કરવામાં આવેલ સમજૂતી કરારો (એમઓયુ) પરના હસ્તાક્ષરને મંજૂરી આપી દીધી છે.

વિશેષ લાક્ષણિકતાઓ:

તેનો ઉદ્દેશ્ય એ છે કે નાગરિક ઉડ્ડયનના ક્ષેત્રમાં સહયોગ સાધવા માટે એક સંસ્થાગત માળખાની સ્થાપના થવાથી બ્રિકસ દેશોને ઘણો લાભ થશે. સહયોગ અંતર્ગત નિમ્નલિખિત ક્ષેત્રોને પસંદ કરવામાં આવ્યા છે:

•       જાહેર નીતિઓ અને પ્રાદેશિક સેવાઓમાં શ્રેષ્ઠ પ્રક્રિયાઓ

•       પ્રાદેશિક હવાઈમથકો

•       હવાઈમથકના માળખાગત બાંધકામનું વ્યવસ્થાપન અને એર નેવિગેશન સેવાઓ

•       નિયામક સંસ્થાઓ વચ્ચે તકનીકી સહયોગ

•       નવીનીકરણ

•       વૈશ્વિક પહેલો અંગેની મંત્રણા સહિત પર્યાવરણ સંતુલન

•       યોગ્યતાઓ અને તાલીમ

•       બંને પક્ષો દ્વારા નક્કી કરવામાં આવેલ અન્ય ક્ષેત્રો

અસરો:

આ સમજૂતી કરારો ભારત અને અન્ય બ્રિકસ દેશોની વચ્ચે હવાઈ ઉડ્ડયન સંબંધોમાં એક મહત્વના સીમાચિન્હરૂપ સાબિત થશે અને તેમાં બ્રિકસ રાષ્ટ્રોની વચ્ચે વધુ સારા વેપાર, રોકાણ, પ્રવાસન અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનને વિકસાવવાની ક્ષમતા રહેલી છે.

 

RP