પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે કોરોના વાયરસ મહામારીના સંદર્ભમાં સરકારે જાહેર કરેલી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKY) / આત્મ નિર્ભર ભારત હેઠળ એમ્પલોઈઝ પ્રોવિડન્ટ ફંડમાં કર્મચારીઓના હિસ્સાનુ 12 ટકા અને માલિકના હિસ્સાના 12 ટકા યોગદાન રાખવા માટેની દરખાસ્તને મંજૂરી આપી છે, જે વધુ 3 માસ એટલે કે જૂનથી ઓગસ્ટ 2020 સુધી અમલમાં રહેશે.
આ મંજૂરી તા. 15 -04-2000ના રોજ મંજૂર કરવામાં આવેલી માર્ચથી મે 2020 સુધીની હાલની યોજના ઉપરાંતની રહેશે. આ યોજનાનો કુલ અંદાજીત ખર્ચ રૂ. 4860 કરોડ થશે. 3.67 લાખ એકમોમાં 72 લાખથી વધુ કર્મચારીઓને આ યોજનાનો લાભ મળશે.
યોજનાનાં વિવિધ પાસાં :
આ દરખાસ્તનાં વિવિધ પાસાં નીચે મુજબ છે. :
સરકારે સમયાંતરે જે પગલાં લીધાં છે તેને કારણે ઓછુ વેતન ધરાવતા કામદારોની હાલાકી ઓછી થશે. આ યોજનાને સહયોગીઓએ સારી રીતે સ્વીકારી છે.
GP/DS