પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રી મંડળની બેઠકે પીએમ કિસાન યોજના અંતર્ગત આસામ અને મેઘાલય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખના લાભાર્થીઓને તેમને લાભ ઉપલબ્ધ કરાવવા માટે ડેટાની આધાર સીડિંગની અનિવાર્ય જરૂરિયાતમાં 31 માર્ચ 2021 સુધી છૂટ આપવાની મંજૂરી આપવામાં આવી છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના એ આદરણીય પ્રધાનમંત્રી દ્વારા 24 ફેબ્રુઆરી 2019ના રોજ શરુ કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય કેટલાક વિશેષ બાકાતના સંદર્ભમાં કૃષિ જમીનની સાથે સમગ્ર દેશમાં તમામ જમીન ધરાવતા ખેડૂત પરિવારોને આવકની સહાયતા ઉપલબ્ધ કરાવવાનો છે. આ યોજના હેઠળ દર વર્ષે 6000 રૂપિયાની રકમ લાભાર્થીઓના બેંક ખાતામાં ચાર ૩ કે 4 મહિનામાં 2000 રૂપિયા પ્રત્યેકના ત્રણ હફ્તામાં આપવામાં આવે છે. આ યોજના 1 ડીસેમ્બર 2018થી અમલીકૃત છે. 1 ડીસેમ્બર 2019થી આસામ અને મેઘાલય રાજ્યો તથા જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશોના કેસને બાકાત રાખીને જેમને અત્યંત સામાન્ય આધાર દાખલાને કારણે આ જરૂરિયાતમાંથી 31 માર્ચ 2020 સુધી છૂટ આપવામાં આવી છે, લાભની રકમ માત્ર પીએમ-કિસાન પોર્ટલ ઉપર રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશ સરકારો દ્વારા અપલોડ કરવામાં આવેલ લાભાર્થીઓના આધાર સીડેડ ડેટાના માધ્યમથી જ જાહેર કરવામાં આવે છે.
એવું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે કે આસામ અને મેઘાલય રાજ્યો અને જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશોના લાભાર્થીઓના ડેટાની આધાર સીડિંગના કાર્યને પૂરું કરવામાં હજુ ઘણો વધારે સમય લાગશે અને જો ડેટાની આધાર સીડિંગની અનિવાર્ય જરૂરિયાતમાં છૂટને વધુ વિસ્તૃત નહી કરવામાં આવે તો આ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના લાભાર્થી 1 એપ્રિલ 2020 પછીથી આ યોજનાનો લાભ નહી ઉઠાવી શકે.
આ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લાભાર્થી ખેડૂતોની કુલ સંખ્યા, જેમને 8.4.2020 સુધી ઓછામાં ઓછા એક હફ્તાની ચુકવણી કરવામાં આવી છે, આસામમાં 27,09,586 લાભાર્થીઓ છે, મેઘાલયમાં 98,915 લાભાર્થી છે અને લદ્દાખ સહીત જમ્મુ અને કાશ્મીરમાં 10,01,668 લાભાર્થી છે.
GP/DS