પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઈઝેશનને (આઈટીપીઓ) પ્રગતિ મેદાનની 3.7 એકર જમીન 99 વર્ષના ફિક્સ ભાડા ભાડાપટ્ટે તબદીલ કરવા માટે રૂ. 611 કરોડની કિંમતે સ્પેશ્યલ પર્પઝ વ્હિકલની તરફેણમાં તબદીલ કરવા માટે મંજૂરી આપી હતી. આ સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ ઇન્ડિયા ટુરીઝમ ડેવલપમેન્ટ કૉર્પોરેશન, (આઈટીડીસી) અને ઇન્ડિયન રેલવે કેટરીંગ અને ટુરિઝમ કૉર્પોરેશનને પંચતારક હોટલ વિકસાવવા અને ચલાવવા માટે સ્થાપવામાં આવશે.
વિશ્વ સ્તરના આંતરરાષ્ટ્રીય પ્રદર્શન કન્વેન્શન સેન્ટર (આઈઈસીસી) પ્રોજેકટનુ અમલીકરણ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને તે વર્ષ 2020- 21માં પૂર્ણ કરવામાં આવશે.
પ્રગતિ મેદાન ખાતેનો આ હોટલ પ્રોજેકટનુ બાંધકામ ખૂબ ઝડપભેર પૂર્ણ થઈ શકે તે માટે આ સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ (સીધા અથવા તો પ્રોફેશનલ બ્રાન્ડ મારફતે) પારદર્શક અને સ્પર્ધાત્મક બિડીંગ કરીને લાંબા ગાળાના ફિક્સ લીઝ ધોરણે હોટલ ચલાવવા, તેનો વહિવટ કરવા યોગ્ય ડેવલપર, અને ઓપરેટર પસંદ કરવા માટે યોગ્ય પગલાં લેશે.
ભારતમાં માળખાગત સુવિધાઓ અને પ્રવાસન પ્રવૃત્તિમાં ક્રાંતિકારી ફેરફારો કરવાના ભારત સરકારના વિઝનના ભાગ તરીકે આઈટીપીઓ પ્રગતિ મેદાન ખાતે ઉત્તમ ધોરણો અને સર્વિસ આપનાર રિડેવલપમેન્ટ પ્રોગ્રામ હાથ ધરીને વિશ્વ સ્તરના આઈઈસીસીનો મેગા પ્રોજેકટનુ અમલીકરણ કરી રહી છે. સમગ્ર દુનિયામાં હોટેલ સુવિધાને બેઠકો, વિવિધ યોજનાઓ, પરિષદો અને પ્રદર્શન (MICE) યોજવા માટેનું અભિન્ન અંગ ગણવામાં આવે છે.
આ હેટેલ સુવિધા, એ આઈઈસીસી પ્રોજેકટનો આંતરિક હિસ્સો બની રહેશે અને તે ભારતને બેઠકો, વિવિધ યોજનાઓ, કોન્ફરન્સો અને પ્રદર્શન (MICE) યોજવા માટેના મથક તથા ભારતીય વ્યાપાર અને ઉદ્યોગ તેમજ રોજગાર નિર્માણ માટેના મથક તરીકે પ્રોત્સાહિત કરશે.
આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય વેપાર મેળો કે જેમાં દર વર્ષે લાખો મુલાકાતીઓ અને નાના વેપારીઓ સામેલ થાય છે તેને પણ પ્રગતિ મેદાનના રૂપાંતરથી ખૂબ જ લાભ થશે. સુવિધાઓ તેમજ સગવડોમાં વધારો થવાને કારણે આ સમારંભમાં સામેલ થવા આવતા વેપારીઓ ઉદ્યોગસાહસિકો તથા મુલાકાતીઓ માટે પણ તે લાભદાયી નિવડશે તથા ત્યાં આવતા લોકોની સંખ્યામાં મોટો વધારો થશે. વ્યાપરની ક્ષિતીજો વિસ્તારવા તથા એક ધબકતુ મંચ પૂરૂ પાડવાની સાથે-સાથે ભારતના માલ સામાન તથા સેવાઓનો પણ પ્રચાર થશે.
DK/NP/DS/GP/RP