પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામા મળેલી મંત્રીમંડળની બેઠકે પોલાર સેટેલાઇટ લોંચ વ્હીકલ માર્ક-3 ને ચાલુ રાખવાના કાર્યક્રમના છઠ્ઠા તબક્કાને મંજૂરી આપી હતી અને 30 પીએસએલવી ઓપરેશનલ ફ્લાઇટને નાણાકીય સહાય માટેના કાર્યક્રમને પણ મંજૂરી આપી હતી.
આ કાર્યક્રમ પૃથ્વીના નિરીક્ષણ, નેવિગેશન અને અવકાશ વિજ્ઞાન માટેના સેટેલાઇટના લોચિંગ માટેની જરૂરિયાતને પણ પહોંચી વળશે. તેને કારણે ભારતીય ઉદ્યોગમાં ઉત્પાદન ચાલુ રહે તેની પણ ખાતરી મળશે.
આ માટે કુલ ભંડોળની જરૂરિયાત રૂ. 6131.00 કરોડની છે જેમાં 30 પીએસએલવી વ્હિકલનો પણ સમાવેશ થઈ જાય છે અને તેમાં જરૂરી સવલતોનો વ્યાપ વધારવા, કાર્યક્રમ સંચાલન અને પ્રક્ષેપણ કામગીરીનો પણ સમાવેશ થઈ જાય છે.
મુખ્ય અસરો:
પીએસેલવી કાર્યરત થઈ જશે તો તેનાથી ભારત પૃથ્વીના નિરીક્ષણ માટેના સેટેલાઇટના પ્રક્ષેપણ, આપત્તિ વ્યવસ્થાપન, નેવિગેશન અને અંતરિક્ષ વિજ્ઞાનમાં આત્મનિર્ભર બની જશે. પીએસએલવીનો કાર્યક્રમ ચાલુ રહેવાથી આ ક્ષમતા જળવાઈ રહેશે અને ભારત રાષ્ટ્રની જરૂરિયાત મુજબ આ જ પ્રકારના ઉપગ્રહોના પ્રક્ષેપણમાં આત્મ નિર્ભર બની જશે.
પીએસએલવી ચાલુ રાખવાનો કાર્યક્રમનો છઠ્ઠો તબક્કો દર વર્ષે આઠ પ્રક્ષેપણ સાથે ઉપગ્રહ પ્રક્ષેપણની માગને પૂરી કરી શકશે. જેમાં ભારતીય ઉદ્યોગની મહત્તમ ભાગીદારી રહેશે. આ તમામ ઓપરેશનલ ફ્લાઇટ્સ 2019-2024ના સમયગાળામાં પૂરી થશે.
આ કાર્યક્રમ પૃથ્વીના નિરીક્ષણ, નેવિગેશન અને અંતરિક્ષ વિજ્ઞાન માટેના ઉપગ્રહોના પ્રક્ષેપણની જરૂરિયાતને પણ પહોંચી વળશે. તેને કારણે ભારતીય ઉદ્યોગમાં ઉત્પાદન ચાલુ રહે તેની પણ ખાતરી મળશે.
પીએસએલવી ચાલુ રાખવાના કાર્યક્રમને પહેલીવાર 2008માં મંજૂરી મળી હતી અને તેના ચાર તબક્કા પૂરા થયા હતા અને પાંચમા તબક્કાની કામગીરી 2019-20ના ક્વાર્ટર-2માં પૂર્ણ થાય તેવી શક્યતા છે. છઠ્ઠા તબક્કાની મંજૂરીથી 2019-20ના ક્વાર્ટર-3 અને 2023-24ના ક્વાર્ટર-1ના સમયગાળામાં ઉપગ્રહોના પ્રક્ષેપણની જરૂરિયાત પૂરી કરી શકાશે.
પૂર્વભૂમિકા:
પીએસએલવી એ વિવિધ ઉપગ્રહોને પ્રક્ષેપિત કરવા માટે મહત્વનું સાધન છે અને તે સન-સિન્ક્રોનોસ પોલર ઓરબિટ (એસએસપીઓ), જીઓ-સિન્ક્રોનસ ટ્રાન્સફર ઓરબિટ (જીટીઓ) અને લો અર્થ ઓરબિટ (એલઈઓ) મિશનને સફળતાપૂર્વક પાર પાડી ચૂક્યું છે. તાજેતરમાં જ 12 એપ્રિલ 2018ના દિવસે પીએસએલવી – સી41નું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું અને આ સાથે જ પીએસએલવીની ત્રણ ડેવલપમેન્ટલ અને 43 ઓપરેશનલ ઉડાન તથા છેલ્લી 41 ઉડાનો સફળ રહી છે. પીએસએલવી રાષ્ટ્રીય ઉપગ્રહો માટે પોતાને એક મહત્વનું વ્હીકલ સાબિત કરી દીધું છે જે કોમર્શિયલ લોંચ માટે પણ ઉપયોગી થઇ શકે તેમ છે.
NP/J.Khunt/RP