Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે પરંપરાગત ઔષધી પ્રણાલીઓના ક્ષેત્રમાં ભારત અને ગામ્બિયા વચ્ચે સહયોગ સાધવા અંગેના સમજૂતી કરારોને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે પરંપરાગત ઔષધી પ્રણાલીઓના ક્ષેત્રમાં ભારત અને ગામ્બિયાની વચ્ચે સહયોગ સાધવા અંગેના સમજૂતી કરારોને કાર્યોત્તર મંજૂરી આપી દીધી છે. આ સમજૂતી કરારો પર રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદની ગામ્બિયા યાત્રા દરમિયાન 31 જુલાઈ, 2019ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ સમજૂતી કરાર પરંપરાગત ઔષધી પ્રણાલીઓને પ્રોત્સાહન આપવા માટે ભારત અને ગામ્બિયાની વચ્ચે સહયોગની રૂપરેખા તૈયાર કરશે અને આ ક્ષેત્રમાં બંને દેશોને પરસ્પર લાભાન્વિત કરશે. સમજૂતી કરારોમાં ઉલ્લેખિત પ્રક્રિયાઓ વડે ગામ્બિયામાં ઔષધીની આયુષ પ્રણાલીઓના મહત્વને પ્રોત્સાહન મળશે.

આ સમજૂતી કરારોના પરિણામ સ્વરૂપે ડૉક્ટરોના પ્રશિક્ષણની માટે તજજ્ઞો અને પરંપરાગત ચિકિત્સા પ્રણાલીઓમાં સહયોગપૂર્ણ જોડાણ કરનારા વૈજ્ઞાનિકોના આદાન-પ્રદાન દ્વારા ઔષધીના વિકાસ અને પરંપરાગત ઔષધીઓના સેવન ક્ષેત્રમાં નવા નવીનીકરણોનો માર્ગ ખુલવાની સંભાવના છે.

*******

RP