Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે પરંપરાગત ઔષધી પ્રણાલીઓ અને હોમિયોપેથીના ક્ષેત્રમાં ભારત અને ગિની વચ્ચે સહયોગ સાધવા અંગેના સમજૂતી કરારને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે પરંપરાગત ઔષધી પ્રણાલીઓ અને હોમિયોપેથીના ક્ષેત્રમાં ભારત અને ગિની ગણરાજ્યની વચ્ચે સહયોગ સાધવા અંગેના સમજૂતી કરારોને કાર્યોત્તર મંજૂરી આપી દીધી છે. આ સમજૂતી કરારો પર રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદની ત્રણ દિવસીય ગિની યાત્રા દરમિયાન 02 ઓગસ્ટ, 2019ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

મુખ્ય અસરો:

આ સમજૂતી કરારો વડે બંને દેશોની વચ્ચે પરંપરાગત ઔષધી પ્રણાલીઓના ક્ષેત્રોમાં પારસ્પરિક સહયોગમાં વૃદ્ધિ થશે. બંને દેશોની પારસ્પરિક સાંસ્કૃતિક વિરાસતને જોતા આ તેમના માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.

પ્રક્રિયાલક્ષી કાર્યપ્રણાલી અને લક્ષ્ય:

આ સમજૂતી કરારોની હસ્તાક્ષરિત નકલ મળ્યા બાદ બંને પક્ષોની વચ્ચે આદાનપ્રદાનનો પ્રારંભ થઇ જશે. બંને દેશો દ્વારા ઉઠાવવામાં આવનાર પગલા સમજૂતી કરારોના કાર્યક્ષેત્રને અનુરૂપ હશે અને આ સમજૂતી કરારોની અવધી હશે ત્યાં સુધી અમલીકૃત રહેશે.

સંલગ્ન ખર્ચ:

આ સમજૂતી કરારોના કોઇપણ પ્રકારના વધારાના નાણાકીય ખર્ચ નહિં હોય. સંશોધન, પ્રશિક્ષણ અભ્યાસક્રમો, સંમેલનો/બેઠકોનું આયોજન કરવા અને તજજ્ઞોની પસંદગી માટે જરૂરી નાણાકીય સંસાધન આયુષ મંત્રાલયની માટે વર્તમાન સમયમાં ફાળવાયેલ બજેટ અને વર્તમાન આયોજન યોજનાઓ દ્વારા પ્રાપ્ત કરવામાં આવશે.

પૂર્વ ભૂમિકા:

ભારત સરકારના આયુષ મંત્રાલયમાં, આયુષ પદ્ધતિઓ (આયુર્વેદ, યોગ અને પ્રાકૃતિક ચિકિત્સા, યુનાની, સિદ્ધ, સોવારિગ્પા અને હોમિયોપેથી સહિત)ને વિશ્વભરમાં પ્રોત્સાહન અને પ્રચાર કરવા માટેની જોગવાઈ કરવામાં આવી છે. ઔષધીની આયુષ પદ્ધતિઓને વૈશ્વિક સ્તર પર પ્રોત્સાહન અને પ્રચાર કરવા અંતર્ગત આયુષ મંત્રાલયે પરંપરાગત ઔષધીના ક્ષેત્રમાં સહયોગ પર જુદાજુદા દેશોની સાથે સમજૂતી કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે તેમજ જુદાજુદા દેશોની પસંદ કરવામાં આવેલી યુનિવર્સિટીઓમાં આયુષ શૈક્ષણિક એકમોની પણ સ્થાપના કરી છે.

ગિનીમાં ઔષધીની આયુષ પદ્ધતિઓને પ્રોત્સાહન અને પ્રચાર કરવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પરંપરાગત ઔષધી અને હોમિયોપેથીના ક્ષેત્રમાં સહયોગની માટે સમજૂતી કરારોનો આપણો પ્રમાણભૂત મુસદ્દો ગિનીની સાથે મધ્ય અને પશ્ચિમ આફ્રિકા વિભાગ, વિદેશ મંત્રાલયના માધ્યમથી વહેંચવામાં આવ્યો હતો.

 

RP