પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે પંદરમા નાણાંપંચની મુદ્દત 30 નવેમ્બર, 2019 સુધી લંબાવવાનાં નિર્ણયને મંજૂરી આપી છે. આ નિર્ણયથી પંચ વર્ષ 2020 થી 2025 સુધીનાં ગાળા માટે એની ભલામણોને અંતિમ ઓપ આપવા માટે સુધારાઓ અને નવી વાસ્તવિકતાઓની દૃષ્ટિએ નાણાકીય ધારણાઓ માટે વિવિધ તુલનાત્મક અંદાજોની ચકાસણી કરી શકશે.
પૃષ્ઠભૂમિઃ
રાષ્ટ્રપતિએ 27મી નવેમ્બર, 2017નાં રોજ બંધારણની કલમ 280ની જોગવાઈ (1) અને નાણાં પંચ (વિવિધ જોગવાઈઓ) ધારા, 1951ને અનુસરીને પંદરમા નાણાં પંચની રચના કરી હતી. પંચને 30 ઓક્ટોબર, 2019 સુધીમાં એની સંદર્ભની શરતો (ટર્મ્સ ઑફ રેફરન્સ – ટીઓઆર)ને આધારે એનો અહેવાલ સુપરત કરવાનો હતો, જે 1 એપ્રિલ, 2020થી પાંચ વર્ષનાં ગાળાને આવરી લે છે.
પંચની રચના છેલ્લાં ચાર વર્ષમાં કેન્દ્ર સરકારે પ્રસ્તુત કરેલા રાજકોષીય/અંદાજપત્રીય સુધારાઓની પૃષ્ઠભૂમિમાં થઈ છે. કેન્દ્ર સરકારનાં નિર્ણયોમાં આયોજન પંચને સ્થાને નીતિ આયોગની રચના, બિન-આયોજિત અને આયોજિત ખર્ચ વચ્ચેનો ફરક દૂર કરવો, બજેટને એક મહિનો અગાઉ પ્રસ્તુત કરવાનો નિર્ણય અને નવું નાણાકીય વર્ષ શરૂ થાય એ અગાઉ એટલે 1 ફેબ્રુઆરીનાં રોજ સંપૂર્ણ બજેટ પસાર કરવું, જુલાઈ 2017થી અમલ થયેલો વસ્તુ અને સેવા કર (જીએસટી) તથા ઋણ અને રાજકોષીય ખાધનાં માર્ગ સાથે એફઆરબીએમનું નવું માળખું જેવા મુદ્દા સામેલ છે.
પંચે પોતાન કામગીરી કે સંદર્ભની શરતોમાં ઉપરોક્ત રાજકોષીય/અંદાજપત્રીય સુધારાઓ ધ્યાનમાં લીધા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોની આવક અને ખર્ચ નક્કી કરવાની કામગીરીને આધારે પંચ ભલામણ કરશે, જેમાં સમય લાગે છે, કારણ કે તમામ સમયગાળામાં આંકડાઓની સાતત્યતા ચકાસવામાં આવે છે અને આંકડા સેટ કરવા પડકારજનક કામગીરી છે.
DK/NP/J.Khunt/GP/RP