Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે નોડલ એજન્સી આઈઆરએસડીસી દ્વારા સરળ પ્રક્રિયાઓ અને લાંબા ગાળાનાં ભાડાપટ્ટાનાં માધ્યમથી રેલવે સ્ટેશનોનાં પુનર્વિકાસને મંજૂરી આપી


 

સ્ટેશનોનાં પુનર્વિકાસથી વ્યાપક આધુનિકીકરણનો માર્ગ પ્રશસ્ત થશે અને વૈશ્વિક સ્તરનું માળખું સુનિશ્ચિત થશે

રેલવે પોતાની જમીન અને આસપાસનાં અન્ય સ્થાનોનાં વાણિજ્યિક વિકાસની મંજૂરી આપી અત્યાધુનિક પ્રવાસી સુવિધાઓ પ્રદાન કરશે

નવા ઉપાયો અને સરળ કાર્યક્રમ ડિઝાઇનમાં 99 વર્ષ સુધી ભાડાપટ્ટાનો ગાળા, અનેક પેટાપટ્ટા અને સરળ ટેન્ડર પ્રક્રિયાઓ સામેલ

પુનર્વિકાસથી અત્યાધુનિક સ્માર્ટ સ્ટેશન બનશે અને મિની સ્માર્ટ સિટી સ્વરૂપે કામ કરશે

રેલવે સ્ટેશનોનાં પુનર્વિકાસથી અર્થવ્યવસ્થા પર સકારાત્મક અસર પડશે, રોજગારીની તકો વધશે અને આર્થિક વૃદ્ધિ થશે

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નોડલ અને મુખ્ય યોજનાની વિકાસ એજન્સી ભારતીયે રેલવે સ્ટેશન વિકાસ નિગમ લિમિટેડ (આઈઆરએસડીસી) દ્વારા રેલવે સ્ટેશનોને ફરી વિકસિત કરવા મંજૂરી આપી દીધી છે. પુનર્વિકાસ કાર્યક્રમમાં વિવિધ બિઝનેસ મોડલ ધરાવતી સરળ પ્રક્રિયાઓ અને 99 વર્ષનાં સમયગાળાનો ભાડાપટ્ટો સામેલ છે. એનાથી રેલવેનું વિસ્તૃત આધુનિકીકરણ થશે અને વૈશ્વિક સ્તરની માળખાગત રચના સુનિશ્ચિત થશે.

દેશભરમાં મુખ્ય રેલવે સ્ટેશનોનો વિકાસ રેલવેની જમીન અને રેલવે સ્ટેશનની આસપાસનાં સ્થળોનાં વાણિજ્યિક વિકાસ કરીને કરવામાં આવશે. આ કાર્યક્રમથી પ્રવાસીઓને અત્યાધુનિક સુવિધાઓ મળશે અને વધારાની આવક થશે. તેમાં મંત્રાલય પર ખર્ચનો બોજ નહીં આવે. સ્ટેશનોનાં પુનર્વિકાસથી અર્થવ્યવસ્થા પર સકારાત્મક પ્રભાવ પડશે, જેથી રોજગારની તકોમાં વધારો થશે અને આર્થિક વૃદ્ધિ થશે.

નોડલ એજન્સી આઈઆરએસડીસી સંપૂર્ણ યોજના તૈયાર કરશે અને સ્ટેશન વિશેષ કે સ્ટેશનોનાં સમૂહની વ્યવસાયિક યોજના તૈયાર કરશે, જેથી ભારતીય રેલવેનાં ખર્ચની સ્થિરતા સુનિશ્ચિત થશે. રેલવે મંત્રાલય દ્વારા વ્યાવસાયિક યોજનાઓને મંજૂરી આપવાથી આઈઆરએસડીસી અને યોજનાં વિકાસ એજન્સીઓ સ્ટેશન પુનર્વિકાસની કામગીરી શરૂ કરશે. રેલવે/આરએલડીએ/આઈઆરએસડીસી રેલવેની જમીનનાં આયોજન અને વિકાસ માટે સત્તામંડળ હશે. શહેરી સ્થાનિક એકમો, ડીડીએની સલાહ લઈને જમીન ફ્રી હોલ્ડ આધાર પર રેલવેને ટ્રાન્સફર કરશે. એનાથી ખર્ચની સ્થિરતાનાં આધારે મુખ્ય સ્ટેશનોનાં પુનર્વિકાસમાં ઝડપ આવવાથી રેલવે મંત્રાલયને સહાયતા મળશે. પુનર્વિકાસ પ્રયાસોથી અત્યાધુનિક સ્માર્ટ રેલવે સ્ટેશન બનશે, જે મિની સ્માર્ટ સિટી સ્વરૂપે કામ કરશે.

પુનર્વિકાસથી પ્રવાસીઓ અને ઉદ્યોગોને વિસ્તૃત લાભ મળશે. પ્રવાસીઓને આંતરરાષ્ટ્રીય રેલવે ટર્મિનલની બરોબર સુવિધાઓ મળશે અને સ્થાનિક લોકોને મોટી સંખ્યામાં રોજગારી મળશે.

પૃષ્ઠભૂમિઃ

ઝોનલ રેલવે દ્વારા 1’ અને કેટેગરીનાં સ્ટેશનોને ફરી વિકસાવવા માટે 24 જાન્યુઆરી, 2015નાં રોજ મંત્રીમંડળની મંજૂરી મેળવી હતી. આ મંજૂરી પ્રક્રિયાઓ અંતર્ગત અને 45 વર્ષનાં ભાડાપટ્ટા માટે મેળવવામાં આવી છે. પણ બોલી લગાવનારાઓમાં પર્યાપ્ત રસ જોવા મળ્યો નહોતો. ડેવલપર્સ, રોકાણકારો અને અન્ય હિતધારકોની સાથે અનેક બેઠકો દરમિયાન વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી. આ વિષયોમાં અનેક પેટાપટ્ટા, બોલીની સરળ પ્રક્રિયા વગેરે વિશે વારંવાર પ્રશ્રો ઉઠ્યાં હતાં. એટલે નવા ઉપાયો સાથે એક સરળ કાર્યક્રમ બનાવવામાં આવ્યો, જેમાં આ વિષયોને સામેલ કરવામાં આવ્યાં છે. કાર્યક્રમમાં વિશેષ અમલીકરણ એજન્સી (આઈઆરએસડીસી)ને જવાબદારી સુપરત કરવામાં આવી અને તેમાં સ્ટેશન પુનર્વિકાસને નવું સ્વરૂપ આપવા માટે ઉચિત માળખાગત પ્રક્રિયા અને માપદંડોમાં પરિવર્તનોને સામેલ કરવામાં આવ્યાં છે.

 

RP