પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે તમામ લાયકાત ધરાવતા નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓ (આરપીએફ/આરપીએસએફ કર્મચારીઓને બાદ કરતાં) માટે નાણાકીય વર્ષ 2020-21 માટે 78 દિવસના વેતનને સમકક્ષ કામગીરી સાથે જોડાયેલું બોનસ (પીએલબી) મંજૂર કર્યું હતું.
રેલવેના કર્મચારીઓને 78 દિવસના પીએલબીની ચુકવણી માટે સરકારને અંદાજે રૂ. 1984.73 કરોડનો ખર્ચ થશે. આ વેતનની ગણતરી લાયકાત ધરાવતા નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓને પીએલબીની ચુકવણી માટે ગણતરી સૂચિત ટોચમર્યાદા દર મહિને રૂ. 7000/-ને આધિન છે. લાયકાત ધરાવતા રેલવે કર્મચારીઓને મહત્તમ ચુકવવાપાત્ર રકમ 78 દિવસ માટે રૂ. 17,951 છે.
આ નિર્ણયથી રેલવેના આશરે 11.56 લાખ નોન-ગેઝેટેડ કર્મચારીઓને લાભ થશે એવી શક્યતા છે. લાયકાત ધરાવતા રેલવે કર્મચારીઓને પીએલબીની ચુકવણી દર વર્ષે દશેરા/પૂજાની રજાના દિવસ અગાઉ થાય છે. મંત્રીમંડળના આ નિર્ણયનો અમલ ચાલુ વર્ષે પણ રજાના દિવસો અગાઉ થશે.
નાણાકીય વર્ષ 2010-11થી 2019-20 સુધીના નાણાકીય વર્ષો માટે 78 દિવસના વેતનની પીએલબી ચુકવણી થઈ હતી. નાણાકીય વર્ષ 2020-21 માટે પીએલબી 78 દિવસના વેતનને સમકક્ષ રહેશે, જેની ચુકવણીથી કર્મચારીઓને રેલવેની કામગીરી સુધારવા માટે કામ કરવા માટે પ્રોત્સાહન મળશે એવી અપેક્ષા છે.
રેલવે પર કામગીરી સાથે સંકલિત બોનસ નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓ (આરપીએફ/આરપીએસએફ અધિકારીઓ)ને આવરી લે છે, જેઓ સંપૂર્ણ દેશમાં પથરાયેલા છે.
પીએલબીની ગણતરી કરવા માટેની પદ્ધતિઃ
b) નાણાકીય વર્ષ 2012-13 માટે 78 દિવસ માટે પીએલબીને એ શરત સાથે વિશેષ કેસ તરીકે મંજૂરી આપવામાં આવી હતી કે પીએલબી માટેની ફોર્મ્યુલા છઠ્ઠા સીપીસી અને નાણાં મંત્રાલયની ભલામણોને ધ્યાનમાં રાખીને ફરી નક્કી કરવામાં આવી હતી. પરિણામે રેલવે મંત્રાલયે નવી ફોર્મ્યુલા બનાવવા સમિતિની રચના કરી હતી.
પૃષ્ઠભૂમિ:
રેલવે ભારત સરકારનું પ્રથમ વિભાગ હતું, જેણે પીએલબીની વિભાવના સૌપ્રથમ વર્ષ 1978-80માં રજૂ કરી હતી. એ સમયે મુખ્યત્વે રેલવેની સંપૂર્ણ અર્થતંત્રમાં કામગીરીમાં માળખાગત ટેકા તરીકે નોંધપાત્ર ભૂમિકા ધ્યાનમાં લેવામાં આવી હતી. રેલવેની કામગીરીના સંપૂર્ણ સંદર્ભમાં ‘ધ પેમેન્ટ ઓફ બોનસ એક્ટ – 1965’નાં આધારે બોનસની વિભાવના સામે પીએલબીની વિભાવના પ્રસ્તુત કરવામાં આવી હતી. પેમેન્ટ બોનસ એક્ટ રેલવે પર લાગુ થતો ન હોવા છતાં એ સિદ્ધાંતમાં સામેલ બૃહદ સિદ્ધાંતો “પગાર/વેતન ટોચમર્યાદા” નક્કી કરવાના, પગાર/વેતન વગેરેની પરિભાષા નક્કી કરવાના ઉદ્દેશ માટે જાળવવામાં આવ્યાં હતાં. રેલવે માટે પીએલબી યોજના 1979-80થી લાગુ હતી અને બે માન્યતાપ્રાપ્ત સંગઠનો ઓલ ઇન્ડિયા રેલવેમેન્સ ફેડરેશન અને નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેમેન સાથે ચર્ચા કરીને સુધારા કરવામાં આવ્યાં હતાં તથા એને મંત્રીમંડળની મંજૂરી મળી હતી. આ યોજનાની સમીક્ષા દર ત્રણ વર્ષે થાય છે.
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com