Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે નાગરિક અને વ્યવસાયિક બાબતોમાં એમએલએટી પર ભારત અને બેલારસ વચ્ચેની સંધિને મંજૂરી આપી


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠકે નાગરિક અને વ્યવસાયિક બાબતોમાં પારસ્પરિક કાયદાકીય સહાય (એમએલએટી) અંગે પ્રજાસત્તાક ભારત અને પ્રજાસત્તાક બેલારસની વચ્ચેનાં એક સંધિ કરારને મંજૂરી આપી દીધી છે.

એકવાર અમલીકૃત થઇ ગયા બાદ આ સંધિ કરાર બંને પક્ષોની વચ્ચે નાગરિક અને વ્યવસાયિક બાબતોમાં પારસ્પરિક કાયદાકિય મદદને પ્રોત્સાહન આપશે.

આ પ્રસ્તાવ વડે સંલગ્ન પક્ષોના નાગરિકો કે, જેઓ નાગરિક અને વ્યવસાયિક બાબતોની અંદર કાયદાકીય સહાય મેળવવા માંગતા હોય તેમને પ્રસ્તાવિત પક્ષની અંદર કોઇપણ જાતિ, વર્ગ અથવા આવક અંગેના પૂર્વગ્રહ વિના લાભ મળી રહેશે.

NP/J.Khunt/GP/RP