પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નવી દિલ્હીના દ્વારકામાં સેક્ટર 24માં 34.87 હેક્ટર જમીન બીજા ડિપ્લોમેટિક એન્ક્લેવના હેતુસર દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (ડીડીએ) પાસેથી લેન્ડ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (એલએન્ડડીઓ)ને હસ્તાંતરણ કરવાની મંજૂરી આપી.
અત્યારે ચાણક્યપુરીમાં એક ડિપ્લોમેટિક એન્ક્લેવ છે, જ્યાં એલએન્ડડીઓ દ્વારા દૂતાવાસો માટે જમીનની ફાળવણી કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે દિલ્હીમાં ડિપ્લોમેટિક મિશન/આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને તેમના પ્રતિનિધિઓ/રાજદૂતો માટે બિલ્ડિંગનું નિર્માણ કરવા વધારે જમીનની જરૂર હોવાનું જણાવ્યું હતું. આ માટે ડીડીએએ દ્વારકાના સેક્ટર 24માં 34.87 હેક્ટર જમીન ફાળવી છે, જે એલએન્ડડીઓને હસ્તાંતરિત કરવામાં આવશે. તેનાથી રાજધાનીમાં બીજા ડિપ્લોમેટિક એન્ક્લેવ માટે જમીન મળશે.
AP/JKhunt/TR/GP