પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે દિલ્હી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (ગેરકાયદેસર વસાહતોમાં રહેતા લોકોનાં મિલકતનાં અધિકારોને માન્યતા) બિલ, 2019ને સંસદનાં ચાલુ શિયાળુ સત્ર દરમિયાન રજૂ કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. આ બિલ દિલ્હીની ગેરકાયદેસર વસાહતોનાં રહેવાસીઓની મિલકતોની નોંધણી કરવાનો માર્ગ મોકળો કરશે અને તેમને રજિસ્ટ્રેશન ચાર્જ અને સ્ટેમ્પ ડ્યુટીની ચૂકવણીમાંથી મુક્તિ મળશે.
દિલ્હીમાં ખાનગી કે સરકારી જમીન પર ગેરકાયદેસર વસાહતોમાં રહેતા આશરે 40 લાખ લોકોને આ બિલથી રાહત મળશે. સામાન્ય રીતે જમીનનાં પ્લોટ કે બિલ્ટ અપ સ્પેસ સ્વરૂપે મિલકતોની માલિકી જનરલ પાવર ઑફ એટર્ની (જીપીએ), વસિયત, વેચાણની સમજૂતી, ચૂકવણી અને દસ્તાવેજોના કબજા સ્વરૂપે જાળવવામાં આવે છે. આ વસાહતોમાં સ્થિત મિલકતોની નોંધણી રજિસ્ટ્રેશન ઑથોરિટીઝ દ્વારા થઈ નથી, જેનાં પરિણામે આ પ્રકારની મિલકતોના અધિકાર સાથે સંબંધિત કોઈ પણ ટાઇટલ ડોક્યુમેન્ટ રહેવાસીઓ પાસે નથી તેમજ કથિત મિલકતોના સંબંધમાં બેંકો અને નાણાકીય સંસ્થાઓ ધિરાણની સુવિધા આપતી નથી.
સર્વોચ્ચ અદાલતે 2009નાં એસએલપી (સી) 13917 સૂરજ લેમ્પ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (પ્રાઇવેટ) લિમિટેડ વિરૂદ્ધ હરિયાણા રાજ્ય અને અન્યોના કેસમાં 11 ઓક્ટોબર, 2011નાં રોજ ચુકાદો આપ્યો હતો, જેમાં વેચાણ સમજૂતી/જનરલ પાવર ઓફ એટર્ની કે વસિયત દ્વારા મિલકતોનાં ‘હસ્તાંતરણ’ કે ‘વેચાણ’ને માન્ય રાખ્યું નહોતું તેમજ આ પ્રકારનાં વ્યવહારોને સંપૂર્ણ હસ્તાંતરણ કે વેચાણ ગણી શકાય નહીં તથા તેમને વર્તમાન વેચાણ સમજૂતી તરીકે જાળવી રાખી શકાશે એવો આદેશ આપ્યો હતો.
આ ગેરકાયદેસર વસાહતોના રહેવાસીઓની સામાજિક-આર્થિક સંજોગો અને વાસ્તવિક સ્થિતિને ધ્યાનમાં રાખીને પાવર ઑફ એટર્ની, વેચાણની સમજૂતી, વસિયત, કબજાનો પત્ર તથા વિચારણાને આધિન ચૂકવણી થઈ હોવાનાં પુરાવા આપતા ડોક્યુમેન્ટ સહિત અન્ય ડોક્યુમેન્ટને આધારે આ પ્રકારની વસાહતોના રહેવાસીઓને માલિકીપણાનો અથવા હસ્તાંતરણ અથવા ગીરોખતના અધિકારો આપવા અને એને માન્યતા આપવાની જરૂર હતી, જેથી તેમને હાલનાં માળખા, નાગરિક અને સામાજિક સુવિધાઓ સુધારવા ડેવલપમેન્ટ કે રિડવલપમેન્ટની સુવિધા પ્રાપ્ત થશે, જે જીવનની શ્રેષ્ઠ ગુણવત્તા તરફ દોરી જશે.
પ્રસ્તાવિત દિલ્હી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (ગેરકાયદેસર વસાહતોમાં રહેતાં રહેવાસીઓનાં મિલકતોનાં અધિકારોને માન્યતા) બિલ, 2019માં આ બાબતોનો વિચાર કરવામાં આવ્યો છે;
a. દિલ્હીમાં ગેરકાયદેસર વસાહતોના રહેવાસીઓ માટે સૂરજ લેમ્પ કેસનાં ચુકાદાને ધ્યાનમાં રાખીને જીપીએ, વસિયત, વેચાણની સમજૂતી, ખરીદી અને કબજાનાં ડોક્યુમેન્ટને કાયદેસર ડોક્યુમેન્ટ તરીકે ખાસ એક વાર છૂટછાટ તરીકે માન્યતા આપવી
b. માલિકીફેરનાં કરારખત કે ઓથોરાઇઝેશન સ્લિપમાં ઉલ્લેખિત રકમ તેમજ છેલ્લાં વ્યવહાર પર એને લાગુ કરીને એની પર રજિસ્ટ્રેશન ચાર્જ અને સ્ટેમ્પ ડ્યુટી ઉઘરાવવા માટેની જોગવાઈ તેમજ લાગુ કરવા
ઉપરોક્ત રાહતદાયક જોગવાઈઓથી 29.10.2019નાં રોજ નોટિફાઈ થયેલા દિલ્હીનાં રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (ગેરકાયદેસર વસાહતોમાં રહેતા રહેવાસીઓનાં મિલકતનાં અધિકારોને માન્યતા આપવા) નિયમનો, 2019માં ઉલ્લેખ કર્યા મુજબ, દિલ્હીની 1,731 ગેરકાયદેસર વસાહતોમાં રહેતાં 40 લાખથી વધારે નાગરિકોને લાભ થશે.
પૃષ્ઠભૂમિ
દિલ્હીનાં ઉપ-રાજ્યપાલનાં નેતૃત્વમાં રચાયેલી સમિતિએ કેન્દ્ર સરકારને સુપરત કરેલા રિપોર્ટને આધારે કેન્દ્રીય મંત્રીમંડળ સક્ષમ હાઉસિંગ અને શહેરી બાબતોનાં મંત્રાલયે દિલ્હીની ગેરકાયદેસર વસાહતોમાં રહેતાં લોકોને મિલકતોની માલિકીનો અથવા એને હસ્તાંતરિત કરવાનો કે ગીરોખત કરવાના અધિકારો આપવા કે એને માન્યતા આપવાની દરખાસ્ત રજૂ કરી હતી. મંત્રીમંડળે 23.10.2019નાં રોજ આયોજિત એની બેઠકમાં આ દરખાસ્તને મંજૂરી આપી હતી અને એ મુજબ, દિલ્હીની ગેરકાયેદસર વસાહતોમાં મિલકતોની માલિકીપણા કે હસ્તાંતરણ કે ગીરોખત કરવાના અધિકારો આપવા અથવા એને માન્યતા આપવા 29.10.2019નાં રોજ નોટિફિકેશન બહાર પાડ્યું હતું.
ગેરકાયદેસર વસાહતોમાં મિલકતોની માલિકી રજિસ્ટર્ડ કે અન-રજિસ્ટર્ડ કે નોટરાઇઝ પાવર ઓફ એટર્ની, વેચાણની સમજૂતી, વસિયત, કબજા અને ચુકવણીનાં પત્રો દ્વારા કેટલીક વાર હસ્તાંતરિત થઈ છે. ઉપરાંત આ એકથી વધારે વાર થયેલા વ્યવહારો પર સ્ટેમ્પ ડ્યુટીની ન તો આકારણી થઈ છે, ન એની ચુકવણી થઈ છે.
સમજૂતી કરારખત કે ઓથોરાઇઝેશન સ્લિપ પર સ્ટેમ્પ ડ્યુટી, જે લાગુ પડે તે, દિલ્હીનાં રાષ્ટ્રીય રાજધાની વિસ્તારની સરકારે 22 સપ્ટેમ્બર, 2014નાં રોજ પ્રકાશિત કરેલા નંબર F.1 (953) Regn.Br./Div.Com/HQ/2014 નાં જાહેરનામામાં નિર્ધારિત કરેલા લઘુતમ દરો (સર્કલ રેટ) મુજબ ઉઘરાવવાને પાત્ર છે અથવા સમજૂતી કરારખત કે ઑથોરાઇઝેશન સ્લિપમાં ઉલ્લેખ કર્યા મુજબ વેચાણ વિચારણામાં, જે લાગુ પડે તે, જેમાં સ્ટેમ્પ ડ્યુટી વધારે હોય એ ઉઘરાવવાને પાત્ર રહેશે.
***
DS/RP