પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે તવાંગમાં સશસ્ત્ર સીમા દળ (એસએસબી)ની 5.99 એકર જમીન મહોત્સવ–સહ-વિવિધલક્ષી પ્રવૃત્તિ માટેના મેદાનના નિર્માણ માટે અરૂણાચલ પ્રદેશ સરકારને હસ્તાંતરિત કરવા માટે મંજૂરી આપી દીધી છે.
અરૂણાચલ પ્રદેશ સરકારે પાર્કિંગ સુવિધા (4.73 એકર) અને રિંગ રોડ નિર્માણ (1.26 એકર)ની સાથે મહોત્સવ–સહ-વિવિધલક્ષી પ્રવૃત્તિ માટેના મેદાનના નિર્માણ માટે તવાંગમાં એસએસબી પરિસરની અંદર 5.99 એકર ઉપરોક્ત જમીન પસંદ કરી હતી. એ મુજબ રાજ્ય સરકારે આ 5.99 એકર જમીનને હસ્તાંતરિત કરવા માટે આગ્રહ કર્યો હતો.
ભારત સરકાર (પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલય) દ્વારા માર્ચ, 2016માં અરૂણાચલ પ્રદેશના તવાંગમાં પાર્કિંગ સુવિધા અને સંપર્ક માર્ગ સાથે મહોત્સવ–સહ-વિવિધલક્ષી પ્રવૃત્તિ માટેના મેદાનના નિર્માણ માટેની પરિયોજના પહેલા જ ફાળવી દેવાઈ હતી. આ મહોત્સવ–સહ-વિવિધલક્ષી પ્રવૃત્તિ માટેના મેદાનનો ઉપયોગ વિવિધ પર્યટન ઉત્સવો/તહેવારો વગેરેના આયોજન માટે કરવામાં આવશે.
NP/J.Khunt/GP/RP