પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી મંડળે ઉદય (ઉજ્જવળ ડિસ્કોમ એશ્યોરન્સ યોજના)ના અંતર્ગત 30-9-2015ના સુધીના બાકી દેવાના 50 ટકા રાજ્યો દ્વારા લેવા માટે તથા જમ્મુ-કાશ્મીર રાજ્ય દ્વારા ઉધાર વહન કરવા માટે સમય-મર્યાદા વિસ્તારવાની મંજૂરી આપી દેવાઈ છે. ઉદય યોજના વીજ વિતરણ કંપનીઓના સંચાલન અને નાણાંકીય સ્થિતિમાં કાયાકલ્પ કરવાની યોજના છે. આ સમય વિસ્તારણ પહેલા નિર્ધારીત તારીખ 31-3-2016થી એક વર્ષ માટે કરવામાં આવ્યું છે. આ નિર્ણય થી ઉદય યોજનામાં પહેલા સામેલ નહીં થનારા રાજ્યોને સામેલ થવાની તક મળશે.
ઉદય યોજના અંતર્ગત અત્યાર સુધી 19 રાજ્યોએ તેમાં સામેલ થવાની સહમતિ આપી દીધી છે. 10 રાજ્યો રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પંજાબ, બિહાર, હરિયાણા, ગુજરાત, ઉત્તરાખંડ તથા જમ્મુ અને કાશ્મીરે કેન્દ્ર સરકારની સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. વર્ષ 2015-16માં યોજનામાં સામેલ રાજ્ય દ્વારા રાજ્યોના બાકી દેવાના 50 ટકા તથા ઝારખંડ અને જમ્મુ અને કાશ્મીરના સીપીએસયુના બાકીના 50 ટકા દેવા ગ્રહણ માટે 99,541 કરોડ રૂપિયાના બોન્ડ પણ જારી કર્યા હતા. પછી 11,524 કરોડ રૂપિયાના ડિસ્કોમ બોન્ડ જારી કરાયા. વર્ષ 2016-17માં ઉત્તર પ્રદેશે 14,801 કરોડ રૂપિયાના બોન્ડ જારી કર્યા. ઉદય યોજનામાં વીજ વિતરણ કંપનીઓ (ડિસ્કોમની) વિત્તીય સ્થિતિનો કાયાકલ્પ કરવા તથા પુનરોદ્ધાર કરવાની જોગવાઈ છે. તથા આ યોજના જૂની સમસ્યાના સ્થાયી સમાધાનને સુનિશ્ચિત કરે છે.
ઉદય યોજનામાં 20 ક્ષેત્રોની જૂની અને ભવિષ્યની સમસ્યાઓના સ્થાયી સમાધાનની વ્યવસ્થા છે. આ વિજળી યોજના વિતરણ કંપનીઓને આગામી 2-3 વર્ષમાં વગર નુકસાનનો કારોબાર કરવાની તક આપે છે. આ તક 4 પહેલથી પ્રાપ્ત થાય છે. જે છે (1) વીજ વિતરણ કંપનીઓની ક્ષમતાઓમાં સુધાર (2) વીજ પડતરમાં ઘટાડો (3) બે વર્ષમાં રાજ્યો દ્વારા 30 સપ્ટેમ્બર, 2015 સુધીની વીજ વિતરણ કંપનીઓના દેવાના 75 ટકા વહન કરવાથી વીજ વિતરણ કંપનીઓના વ્યાજના પડતરમાં ઘટાડો. શેષનું મૂલ્ય નિર્ધારણ ઓછા વ્યાજ દરો પર બોન્ડ્સ અને દેવાના માધ્યમથી કરવું. (4) રાજ્યની નાણાંકીય સ્થિતિને અનુરૂપ વિત્તીય અનુશાસનને લાગુ કરવું
સંચાલન ક્ષમતામાં સુધાર કરવાના સ્માર્ટ મીટર, ટ્રાન્સફોર્મર, મીટર સુધારાના ઉપાય આવે છે. ઉર્જા ક્ષમતાના ઉપાયોમાં એલઈડી બલ્બ, કૃષિ પંપ, પંખા અને એરકન્ડીશન આવે છે. જે 22 થી 15 ટકા સુધી એટીએમસી ખોટ ઓછી કરી શકે છે અને સરેરાશ મહેસૂલી વસુલાત અને પૂર્તતાની સરેરાશની પડતરના ગાળાને 2018-19 સુધી ઓછો કરી શકે છે. વીજ પડતરમાં ઘટાડાનું લક્ષ્ય સસ્તા ઘરેલું કોલસાની સપ્લાય વધારીને, ઓલ લિન્કેજને તર્કસંગત બનાવીને, અક્ષમથી સક્ષમ સયંત્રોમાં કોલસાની અદલા બદલી કરીને, જીસીબીના આધારે કોલસા મૂલ્યને તર્કસંગત બનાવીને, સાફ તથા તૂટેલા કોલસાની સપ્લાય કરીને તથા ટ્રાન્સમિશન લાઈનોને ઝડપથી પૂરી કરીને પ્રાપ્ત કરી શકાય છે.
સમય મર્યાદાના આ વધારા સાથે રાજ્ય બોન્ડ જારી કરીને 30 સપ્ટેમ્બર, 2015 સુધીના વીજ વિતરણ કંપનીઓના 75 ટકા સુધીનું દેવું વહન 31 માર્ચ, 2017 સુધી કરી શકે છે. આ સ્વીકૃતિથી ઉદય યોજનામાં સામેલ ન થનારા રાજ્યોને સામેલ થવાની તક મળશે અને વીજ વિતરણ કંપનીઓમાં સુધારની ગતી ઝડપી બનશે.
AP/J.Khunt/GP