પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ડબલ કરવેરાથી બચવા અને આવકવેરા સાથે સંબંધિત નાણાકીય કરચોરી અટકાવવા માટે ભારત અને કતાર વચ્ચે સમજૂતીમાં સંશોધનને મંજૂરી આપી હતી.
કતારની સાથે હાલની ડબલ કરવેરા ટાળવા માટેની સમજૂતી (ડીટીએએ) પર 7 એપ્રિલ, 1999નાં રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં અને તેનો અમલ 15 જાન્યુઆરી, 2000થી શરૂ થયો હતો. સંશોધિત સમજૂતીમાં નવીન માપદંડની સૂચનાનાં આદાન-પ્રદાન માટે જોગવાઈઓમાં સુધારો કરવાની વ્યવસ્થા છે. તેમાં લાભની ટોચમર્યાદાની જોગવાઈ છે, જેથી સમજૂતીનો દુરુપયોગ કરીને થતી ખરીદીને અટકાવી શકાય અને ભારત સાથે તાજેતરમાં થયેલી સમજૂતીઓની જોગવાઈઓ સામેલ કરી શકાય. સંશોધિત સમજૂતી એક્શન 6 અને જી-20 ઓઈસીડી આધારિત ક્ષતિ અને લાભ પરિવર્તન (બીઈપીએસ) યોજનાની એક્શન-14 અંતર્ગત પારસ્પરિક સમજૂતીની પ્રક્રિયા અંતર્ગત સમજૂતીનાં દુરુપયોગ બાબતે લઘુતમ માપદંડોને પૂરા કરે છે, જેમાં ભારતની બરાબરની ભાગીદારી છે.
RP
Cabinet clears India-Qatar double taxation avoidance treaty. https://t.co/LEbGoculuA
— PMO India (@PMOIndia) March 22, 2018
via NMApp pic.twitter.com/yKQwzCllpk