પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ (અધિકારોનું રક્ષણ) બિલ 2019 રજૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ બિલ સંસદના આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે.
આ બિલ આવી વ્યક્તિઓના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સશક્તિકરણ માટે એક કાર્ય પ્રણાલી ઉપલબ્ધ કરાવે છે.
અસર:
આ બિલના કારણે હાંસિયામાં ધકેલાઇ ગયેલા આ વર્ગ વિરુદ્ધ લાંછન, ભેદભાવ અને દુર્વ્યવહાર ઘટશે અને સમાજમાં તેઓ મુખ્ય પ્રવાહમાં આવશે જેથી સંખ્યાબંધ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને તેનો લાભ મળશે. તેનાથી સર્વસમાવેશને પ્રોત્સાહન મળશે અને ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ સમાજના ઉપયોગી સભ્ય બની જશે.
પૃષ્ઠભૂમિ:
ટ્રાન્સજેન્ડર સમુદાય દેશમાં સૌથી વધુ હાંસિયામાં ધકેલાઇ ગયેલા સમુદાયોમાંથી એક છે કારણ કે, આ સમુદાય પુરુષ અને મહિલા જાતિની પરંપરાગત શ્રેણીમાં ક્યાંય બંધબેસતો નથી. તેના પરિણામે તેને સામાજિક બહિષ્કારથી માંડીને ભેદભાવ, શૈક્ષણિક સુવિધાઓનો અભાવ, બેરોજગારી, તબીબી સુવિધાઓનો અભાવ જેવી સંખ્યાબંધ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ બિલ ટ્રાન્સજેન્ડર સમુદાયને સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રૂપે સશક્ત બનાવશે.
RP