પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રિય મંત્રીમંડળે ટેલીકોમ ક્ષેત્રમાં રોકાણ, ટેલીકોમ ક્ષેત્રને મજબૂત કરવા તથા વ્યાવસાયિક સરળતા વધારવા માટે બે મહત્ત્વપૂર્ણ પગલાંને પોતાની સ્વીકૃતિ આપી હતી.
વિગત:
હાલ સ્વીકૃત 10 હપ્તાઓ ઉપરાંત મહત્તમ 10 હપ્તા (મહત્તમ 16 હપ્તા)નો વિકલ્પ પસંદ કરવાની એક વખત તક પ્રદાન કરવી. વધારવામાં આવેલા હપ્તા આ સિદ્ધાંત પર આધારિત છે કે બાકી ચુકવણીનું શુદ્ધ વર્તમાન મૂલ્ય (એનપીવી) 2012થી સ્પેક્ટ્રમ હરાજી માટે અરજી મંગાવવા સંબંધિત નોટિસ અનુસાર સંરક્ષિત છે. કુલ પ્રાપ્ત રકમ 2034-35 સુધી રૂ. 74446.01 કરોડ જેટલી ઊંચી હશે.
ટ્રાઈ અન ટેલીકોમ પંચની ભલામણોને આધારે મંત્રીમંડળે સ્પેક્ટ્રમ રાખવાની મહત્તમ સમયમર્યાદામાં સંશોધનને પણ પોતાની મંજૂરી આપી દીધી છે, જે આ રીતે છેઃ
ટ્રાઈએ ટેકનોલોજી ક્ષેત્રની પ્રગતિ, સ્પેક્ટ્રમનાં સક્ષમ ઉપયોગ, ટેલીકોમ ક્ષેત્રની મજબૂતીમાં સહાયક ઉપાયોને ધ્યાનમાં રાખીને સ્પેક્ટ્રમ રાખવા માટે વર્તમાન મહત્તમ મર્યાદાઓમાં સંશોધન કરવાની ભલામણ કરી હતી.
અસર:
સ્થગિત થઈ ગયેલી ઋણની ચુકવણીને નવું માળખા આપવાની સાથે ટેલીકોમ સર્વિસ પ્રોવાઇડર્સ માટે રોકડ પ્રવાહ વધશે અને તેમને થોડી રાહત મળશે. સ્પેક્ટ્રમ રાખવાની મહત્તમ મર્યાદામાં સંશોધનથી ટેલીકોમ લાઇસન્સધારકોમાં મજબૂતી આવશે અને તેનાથી ભવિષ્યમાં થનારી હરાજીઓમાં ભાગીદારીને પ્રોત્સાહન મળશે.
J.Khunt/GP