પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે દૂરસંચાર વિભાગની જાહેર ક્ષેત્રની હેમિસ્ફીયર પ્રોપર્ટીઝ ઇન્ડિયા લિમિટેડ (એચપીઆઈએલ)નું વહીવટી નિયંત્રણ હાઉસિંગ અને શહેરી બાબતોનાં મંત્રાલયને હસ્તાંતરિત કરવા મંજૂરી આપી હતી. આ મંજૂરી કંપનીને રૂ. 700 કરોડની ઇક્વિટી રકમ આપવા અને ભારત સરકારની રૂ.51 કરોડનીતારણ લોન આપ્યા પછી તથા બાકીની જમીનનાં વિકલનનાં સંચાલનની યોજનાનો અમલ કર્યા પછી આપવામાં આવી છે.
વિગતઃ
(ક) ખાનગી પ્લેસમેન્ટને આધારે રૂ. 10નું મૂલ્ય ધરાવતાં કુલ 70 કરોડ રીડિમેબલ પ્રેફરન્સ શેરની ખરીદી માટે હેમિસ્ફીયર પ્રોપર્ટીઝ ઇન્ડિયા લિમિટેડ (એચપીઆઈએલ)માં રૂ. 700 કરોડની ઇક્વિટી લગાવવામાં આવી છે અને ભારત સરકાર પાસેથી તારણ લોન મારફતે રૂ.51 કરોડ આપવામાં આવ્યાં, જેનાં કૂપન દર/વ્યાજદર આર્થિક બાબતોનાં વિભાગ દ્વારા નક્કી કરવામાં આવશે તથા યોજનાને લાગુ કરવામાં આવશે.
(ખ) રિયલ એસ્ટેટ વેપારમાં એચપીઆઈએલને પ્રત્યક્ષ વિદેશી રોકાણકારનાં સંબંધમાં ભારત સરકારની નીતિમાંથી છૂટ પ્રદાન કરવામાં આવશે.
(ગ) એચપીઆઈએલનાં અધિકારોનું વિકેન્દ્રિકરણ કરવું, જેથી વેચાણ, લાંબા ગાળાનો કરાર અને જમીનનું વેચાણ સહિત સમજૂતીકરારનાં ઉદ્દેશોનો અસરકારક રીતે ઉચિત નિર્ણય લઈ શકાય.
(ઘ) સંચાર મંત્રાલય અંતર્ગત ટેલીકમ્યુનિકેશન વિભાગ પાસેથી હાઉસિંગ અને શહેરી બાબતોનાં મંત્રાલયને ઇક્વિટી શેરનું હસ્તાંતરણ તથા એચપીઆઈએલ સંચાલન નિયંત્રણનું હસ્તાંતરણ કરવું.
(ચ) સંચાર મંત્રાલય પાસેથી હાઉસિંગ અને શહેરી બાબતોનાં મંત્રાલયને ઇક્વિટી શેર હસ્તાંતરિત કરવા, ઇક્વિટી લગાવવા અને સંચાલન યોજના લાગુ કરવા માટે ટેલીકમ્યુનિકેશન વિભાગને સત્તા આપવી.
લાભઃ
તેનાથી બાકીની જમીન ટાટા કમ્યુનિકેશન લિમિટેડથી અલગ થઈને હેમિસ્ફિયર પ્રોપર્ટીઝ ઇન્ડિયા લિમિટેડ (એચપીઆઈએલ)ની થઈ જશે તથા એચપીઆઈએલનું કામકાજ વધુ સરળતાપૂર્વક ચાલશે.
અમલીકરણ માટેની વ્યૂહરચના અને લક્ષ્યાંકઃ
મંત્રીમંડળ દ્વારા આ પ્રસ્તાવની ઉચિત સ્વીકૃતિ પછી બાકીની જમીન ટીસીએલ પાસેથી એચપીઆઈએલને સ્ટેમ્પ ડ્યુટીની ચુકવણી પર હસ્તાંતરિત કરવામાં આવશે. જેમ કે ટીસીએલ દ્વારા જાણ કરવામાં આવી છે કે, રાષ્ટ્રીય કપની કાયદા ન્યાયમંડળ (એનસીએલટી) દ્વારા વહીવટી યોજનાની સ્વીકૃતિ માટે લગભગ સાતથી આઠ મહિનાની જરૂર પડશે. એનસીએલટી દ્વારા તેને સ્વીકૃતિ આપ્યાં પછી સામેલ વિવિધ પગલાંનો અમલ કરવામાં પાંચથી છ મહિનાની જરૂર પડશે. સંપૂર્ણ રીતે નિર્ણયનો અમલ કરવા માટે એક વર્ષનો સમય લાગશે.
પૃષ્ઠભૂમિઃ
મેસર્સ વિદેશ સંચાર નિગમ લિમિટેડ (અત્યારે ટાટા કમ્યુનિકેશન લિમિટેડ, ટીસીએલ)નું ભારત સરકારે 13 ફેબ્રુઆરી, 2002નાં રોજ વિનિવેશ કર્યું હતું અને કંપનીનું વહીવટી નિયંત્રણ વ્યૂહાત્મક ભાગીદાર ટાટા ગ્રૂપની કંપનીઓ અંતર્ગત એક સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ (એસપીવી) મેસર્સ પાનાટોન ફાઇનવેસ્ટ લિમિટેડ (પીએફએલ)ને સુપરત કરવામાં આવ્યું છે.
વિનિવેશ સમયે ચાર શહેરો પૂણે, કોલકાતા, નવી દિલ્હી અને ચેન્નાઈનાં પાંચ સ્થળોની 773.13 એકર (કુલ 1230.13 એકર જમીનમાંથી) બાકી જમીનનું સીમાંકન કરવામાં આવ્યું હતું અને નિર્ણય લેવામાં આવ્યો હતો કે બાકીની જમીન વિનિવેશબોલીમાં સામેલ નહીં હોય.
શેરધારક સમજૂતી/શેરની ખરીદીની સમજૂતી અનુસાર કંપની ધારા, 1956ની કલમ 391થી 394 અંતર્ગત પીએફએલની જવાબદારી બાકીની જમીન એક રિયલિટી કંપનીને સુપરત કરવાની હતી.
RP