પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રિય મંત્રીમંડળને ઝેબુ કેટલ જિનોમિક્સ અને આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજીસનાં ક્ષેત્રોમાં સહકાર સ્થાપિત કરવા ભારત અને બ્રાઝિલ વચ્ચે થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ની જાણકારી આપવામાં આવી હતી. આ એમઓયુ પર ઓક્ટોબર, 2016માં હસ્તાક્ષર થયાં હતાં.
આ એમઓયુ ભારત અને બ્રાઝિલ વચ્ચે હાલનાં મૈત્રીપૂર્ણ સંબંધોને મજબૂત કરશે તથા પારસ્પરિક સંમત પ્રક્રિયાઓ મારફતે સંયુક્ત પ્રવૃત્તિઓનાં અમલ મારફતે પશુઓમાં જિનોમિક્સ એન્ડ આસિસ્ટન્ટ રિપ્રોડક્ટિવ ટેકનોલોજીસ (એઆરટી)નાં વિકાસને પ્રોત્સાહન આપશે.
અમલીકરણ સમિતિ રચવામાં આવશે, જેમાં નિયમિતપણે પ્રવૃત્તિઓનો હાથ ધરવાનો નિર્ણય લેવા અને કાર્યયોજનાઓ વિકસાવવા તથા તેનું મૂલ્યાંકન કરવા દરેક પક્ષનાં પ્રતિનિધિઓની સંખ્યા સમાન હશે.
આ પ્રવૃત્તિઓ પશુ અને ભેંસમાં ઉત્પાદકતા સુધારવાનાં ક્ષેત્રમાં સંયુક્ત પ્રોજેક્ટ્સ મારફતે હાથ ધરવામાં આવશે, જેનો ઉદ્દેશ સ્થાયી ડેરી વિકાસ અને સંસ્થાકીય ક્ષમતાને મજબૂત કરવા જાણકારીનાં વર્તમાન આધારને વિસ્તૃત કરવાનો છે.
એમઓયુ વૈજ્ઞાનિક સહકારને પ્રોત્સાહન આપશે અને સુલભ બનાવશે તથા નીચેની બાબતો દ્વારા ઝેબુ કેટલમાં જિનોમિક સિલેક્શન પ્રોગ્રામ સ્થાપિત કરશેઃ (એ) ઝેબુ કેટલ અને તેની જાતો તથા ભેંસોમાં જિનોમિકને લાગુ કરીને (બી) પશુધન અને ભેંસોમાં આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી (એઆરટી)ને લાગુ કરીને (સી) જિનોમિક અને આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજીમાં ક્ષમતા નિર્માણ મારફતે (ડી) બંને દેશોનાં સંબંધિત કાયદા અને નિયમોને અનુરૂપ જિનોમિક્સમાં સંબંધિત સંશોધન અને વિકાસ તથા ભારત સરકાર (વ્યવસાયનાં વ્યવહાર) નિયમો, 1961ની બીજી અનુસૂચિનાં નિયમ 7(ડી) (1) હેઠળ આવરી લેવામાં આવેલ છે.
AP/J.Khunt/GP