Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે જીયોસિન્ક્રોનસ સેટેલાઇટ લોંચ વ્હિકલ (જીએસએલવી)ના ચોથા તબક્કાને ચાલુ રાખવા માટે મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં વર્ષ 2021થી વર્ષ 2024નાં સમયગાળા દરમિયાન પાંચ જીએસએલવી તરતા મૂકવા સહિત જીએસએલવી ચાલુ રાખવાના કાર્યક્રમનાં ચોથા તબક્કાને મંજૂરી આપવામાં આવી છે.

જીએસએલવી કાર્યક્રમનો ચોથો તબક્કો જીઓ-ઇમેજિંગ, નેવિગેશન, ડેટા રિલે કોમ્યુનિકેશન અને સ્પેસ સાયન્સિસ માટે 2 ટન ક્લાસનાં ઉપગ્રહનુંપ્રક્ષેપણ કરવા સક્ષમ બનશે.

નાણાકીય અસરોઃ

પાંચ જીએસએલવી વ્હિકલ્સ, આવશ્યક સુવિધાનાં વિસ્તાર, કાર્યક્રમ વ્યવસ્થાપન અને પ્રક્ષેપણ અભિયાન તેમજ જીએસએલવી જાળવી રાખવાનાં કાર્યક્રમનાં અવકાશને પૂર્ણ કરવા માટે વધારાનાં ભંડોળની જરૂરિયાત સાથે કુલ રૂ. 2729.13 કરોડનાં ભંડોળની જરૂરિયાત પડશે.

લાભઃ

જીએસએલવી ચાલુ રાખવાનાકાર્યક્રમનો ચોથો તબક્કો ઇન્ડિયન હ્યુમન સ્પેસફ્લાઇટ પ્રોગ્રામને સપોર્ટ કરવા મહત્વપૂર્ણ સેટેલાઇટ નેવિગેશન સેવાઓ, ડેટા રિલે કોમ્યુનિકેશનની જરૂરિયાતો લોંચ કરવા માટે તથા મંગળ સુધી આગામી આંતરગ્રહીય અભિયાનને લોંચ કરશે. આ ભારતીય ઉદ્યોગમાં ઉત્પાદનની સાતત્યતા સુનિશ્ચિત પણ કરશે.

અમલીકરણ વ્યૂહરચના અને લક્ષ્યાંકોઃ

જીએસએલવી ચાલુ રાખવાના કાર્યક્રમનો ચોથો તબક્કો દર વર્ષે બે લોંચ સુધીની ફ્રીક્વન્સી પર સેટેલાઇટ લોંચ કરવા માટેની માગને પૂર્ણ કરશે, જેમાં ભારતીય ઉદ્યોગ મહત્તમ સહભાગી થશે. તમામ કાર્યકારી ફ્લાઇટ વર્ષ 2021થી વર્ષ 2024નાં ગાળા દરમિયાન પૂર્ણ થશે.

મુખ્ય અસર: