પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે જાહેર સંકુલ (ગેરકાયદેસર કબજેદારોનો કબજો છોડાવવા) કાયદા, 1971 (પીપીઇ કાયદો, 1971)ની કલમ 2 અને કલમ 3માં સુધારો કરવા મંજૂરી આપી છે, જે માટે કાયદાની કલમ 2માં નવી જોગવાઈમાં ‘નિવાસી આવાસ વ્યવસાય’ની વ્યાખ્યા ઉમેરવામાં આવી છે અને કાયદાની કલમ 3ની પેટાકલમ 3એની નીચે નવી પેટાકલમ 3બીમાં ‘નિવાસી આવાસ વ્યવસાય’માંથી કબજો છોડાવવા સંબંધિત જોગવાઈઓ ઉમેરવામાં આવી છે.
આ સુધારો એસ્ટેટ અધિકારીને નિશ્ચિત સમયગાળા માટે કે લાઇસન્સના આધારે ફાળવણીના ઓર્ડરને આધારે તેમની કામગીરીના ગાળા દરમિયાન ફાળવવામાં આવેલા રહેવાસી આવાસમાંથી ગેરકાયદેસર કબજેદારોનો કબજો છોડાવવા માટે સંક્ષિપ્ત કાર્યવાહી કરવા સક્ષમ બનાવશે, કારણ કે આ પ્રકારના રહેવાસીઓ મકાન ખાલી ન કરવાથી નવા લોકો માટે મકાનો અનુપલબ્ધ થાય છે.
એટલે હવે એસ્ટેટ અધિકારી આ પ્રકારની પૂછપરછ કરી શકે છે, કારણ કે તેઓ કેસના સંજોગોમાં અનુકૂળ ગણાય છે અને એટલે તેમને કાયદાની કલમ 4, 5 અને 7 મુજબ સૂચિત વિસ્તૃત પ્રક્રિયાઓ અનુસરવી નહીં પડે. એસ્ટેટ અધિકારીઓ આ પ્રકારની વ્યક્તિઓને કબજો ખાલી કરવાનો ઓર્ડર પણ આપી શકે છે, જેમાં તેઓ નવી કલમમાં સૂચિત પ્રક્રિયાને અનુસરશે. જો આ પ્રકારની વ્યક્તિ ઓર્ડર મુજબ કબજો ખાલી કરવાનો ઇનકાર કરશે કે નહીં કરે, તો એસ્ટેટ અધિકારી તેમને સંકુલમાંથી બહાર કરી શકે છે અને સંકુલનો કબજો લઈ શકે છે તથા આ હેતુ માટે બળપૂર્વકની કામગીરીની જરૂર પડે તો તેનો ઉપયોગ કરી શકે છે.
એટલે સુધારો સરકારી આવાસોમાંથી ગેરકાયદેસર કબજેદારોને સરળતાપૂર્વક અને ઝડપથી બહાર કરવાની સુવિધા આપશે.
આ સુધારાઓને પરિણામે ભારત સરકાર હવે સુનિશ્ચિત કરી શકે કે ગેરકાયદેસર કબજેદારોને સરકારી આવાસમાંથી ઝડપથી અને સરળતાપૂર્વક બહાર કાઢી શકાશે તથા ખાલી આવસો લાયક સરકારી કર્મચારીઓને ફાળવી શકાશે, જેથી વેઇટિંગ પીરિયડમાં ઘટાડો થાય.
આ સુધારા સરકારી આવાસમાંથી ગેરકાયદેસર કબજેદારોને સરળતાપૂર્વક અને ઝડપથી બહાર કાઢવાની સુવિધા આપશે, કારણ કે મકાનો સમયસર ખાલી ન થવાથી નવા કર્મચારીઓને મકાન મળતા નથી. આ સુધારાથી મકાન મેળવવાની રાહ જોતી વ્યક્તિઓની યાદીમાં સામેલ લોકોને રહેણાંક આવાસના લાભમાં વધારો થશે.
લાભાર્થીઓમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ સામેલ છે, જેઓ જનરલ પૂલ રેસિડેન્શિયલ એકોમોડેશન (જીપીઆરએ) માટે લાયક છે અને તેમનો વારો આવવાની રાહ જુએ છે.
પૃષ્ઠભૂમિઃ
ભારત સરકાર પીપીઇ કાયદા, 1971ની જોગવાઈઓ હેઠળ સરકારી મકાનો પર ગેરકાયદેસર રીતે કબજો જમાવી દેનાર લોકોને બહાર કરશે. જોકે આ પ્રક્રિયામાં અસાધારણ રીતે લાંબો સમય લાગે છે, જેથી નવા કર્મચારીઓને સરકારી મકાનોની ઉપલબ્ધતામાં ઘટાડો થાય છે.
AP/J.Khunt/TR/GP