પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં જલપાઇગુડ્ડીમાં કલકત્તા હાઈ કોર્ટની સર્કિટ બેન્ચની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી હતી. તેચાર જિલ્લા દાર્જિલિંગ, કાલિમ્પોંગ, જલપાઈગુડ્ડી અને કૂચબિહાર માટેનું ન્યાયક્ષેત્ર બનશે.
કલકત્તા હાઈ કોર્ટની ફૂલ કોર્ટ મીટિંગમાં 1988માં લેવાયેલા નિર્ણયની પૃષ્ઠભૂમિમાં આ નિર્ણય લેવાયો છે. ઉપરાંત મંત્રીમંડળે 16-6-2006નાં રોજ આયોજિત બેઠકમાં પણ જલપાઈગુડ્ડીમાં કલકતા હાઈ કોર્ટની સર્કિટ બેન્ચ સ્થાપિત કરવાની મંજૂરી આપી હતી અને કલકત્તા હાઈ કોર્ટનાં મુખ્ય ન્યાયાધિશનાં નેતૃત્વમાં ન્યાયાધિશોની એક ટીમે 30-08-2018નાં રોજ જલપાઇગુડ્ડીમાં માળખાગત સુવિધા સાથે સંબંધિત પ્રગતિની આકારણી કરવા માટે પ્રસ્તાવિત સ્થળની મુલાકાત લીધી હતી.
J.Khunt/RP