પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે ચર્મ અને ફૂટવેર ક્ષેત્રમાં રોજગારીનું સર્જન કરવા માટે વિશેષ પેકેજને મંજૂરી આપી દીધી છે. આ પેકેજમાં વર્ષ 2017-18 થી વર્ષ 2019-20 સુધીનાં ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન રૂ. 2600 કરોડ રૂપિયાનાં સ્વીકૃત ખર્ચ સાથે કેન્દ્ર સરકારની યોજના “ભારતીય ફૂટવેર, ચર્મ અને સહાયક સામગ્રી વિકાસ કાર્યક્રમ”નો અમલ સામેલ છે.
મુખ્ય અસરઃ
કેન્દ્રિય ક્ષેત્રની આ યોજનાથી ચર્મ ક્ષેત્રમાં માળખાગત સુવિધાનાં વિકાસનો માર્ગ પ્રશસ્ત થશે, ચર્મ ક્ષેત્ર સાથે જોડાયેલી વિશિષ્ટ પર્યાવરણલક્ષી ચિંતાઓ દૂર થશે, વધારાનું રોકાણ મેળવવાની સુવિધા ઊભી થશે, રોજગારીનું સર્જન થશે અને ઉત્પાદનમાં વૃદ્ધિ થશે. કરવેરામાં સંવર્ધિત પ્રોત્સાહન મળવાથી આ ક્ષેત્રમાં મોટા પાયે રોકાણ આકર્ષવામાં સફળતા મળશે અને આ ક્ષેત્રનાં સિઝનલ સ્વરૂપને ધ્યાનમાં રાખીને શ્રમ કાયદામાં સુધારાથી ઉત્પાદન સ્તરમાં વૃદ્ધિને ટેકો મળશે.
આ વિશેષ પેકેજમાં ત્રણ વર્ષ દરમિયાન 3.24 લાખ નવી રોજગારીનું સર્જન કરવાની ક્ષમતા છે અને તેનાથી ફૂટવેર, ચર્મ અને સહાયક સામગ્રી ક્ષેત્ર પર કુલ અસર સ્વરૂપે બે લાખ રોજગારીને ઔપચારિક સ્વરૂપ પ્રદાન કરવામાં મદદ મળશે.
ભારતીય ફૂટવેર, ચર્મ અને સહાયક સામગ્રી વિકાસ કાર્યક્રમની વિગતઃ
વિશેષ પેકેજમાં શ્રમ કાયદાઓનાં સરળીકરણ માટે ઉપાય અને રોજગારીનાં સર્જન માટે પ્રોત્સાહન પણ સામેલ છે, જેનો ઉલ્લેખ નીચે કરવામાં આવ્યો છે –
GP