Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ક્ષમતા નિર્માણ માટે મસૂરીની લાલબહાદુર શાસ્ત્રી એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન (એલબીએસએનએએ) અને નામિબિયાની નોમિબિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ (એનઆઇપીએએમ) વચ્ચે થયેલા એમઓયુને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં મસૂરીની લાલબહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન (એલબીએસએનએએ) અને નામિબિયાની નામિબિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ (એનઆઇપીએએમ) વચ્ચે બંને સંસ્થાઓના લાભ માટે નામિબિયાના સરકારી અધિકારીઓના ક્ષમતા નિર્માણ અને અન્ય તાલીમ કામગીરીના ક્ષેત્રમાં થયેલો સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપવામાં આવી હતી.

આ એમઓયુ એકેડમીને એનઆઇપીએએમને દેશમાં ઉચ્ચ સનદી સેવાઓ માટે તાલીમ સંસ્થાના સંચાલનમાં પોતાની કેટલીક કુશળતા વહેંચવા માટે મદદરૂપ થશે. તે બંને પક્ષોને જાહેર વહીવટ અને ક્ષમતા નિર્માણના ક્ષેત્રમાં સહકાર પ્રવૃત્તિઓમાં સાંકળવા મદદરૂપ પણ થશે.

TR