Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે કેન્દ્ર સરકાર પ્રાયોજિત યોજના રાષ્ટ્રીય આયુષ મિશન (એનએએમ)ને 01.04.2017થી 31.03.2020 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે કેન્દ્ર દ્વારા પ્રાયોજિત રાષ્ટ્રીય આયુષ મિશનને 01 એપ્રિલ, 2017 થી 31 માર્ચ, 2020 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. તેનાં પર ત્રણ વર્ષનાં ગાળા દરમિયાન રૂ. 2400 કરોડનો ખર્ચ કરવામાં આવશે. મિશનની શરૂઆત સપ્ટેમ્બર, 2014માં થઈ હતી.

મિશનની ખાસિયતોઃ

રાષ્ટ્રીય આયુષ મિશનનો અમલ આયુષ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. તેનો ઉદ્દેશ સસ્તી આયુષ સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે, જે તમામની પહોંચમાં હોય. તેની અન્ય ખાસિયતો આ પ્રકારે છેઃ

  • આયુષ હોસ્પિટલ્સ અને ડિસ્પેન્સરીઓને અપગ્રેડ કરવી,
  • પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (પીએચસી), સામુદાયિક આરોગ્ય કેન્દ્રો (સીએચસી) અને જિલ્લા હોસ્પિટલો (ડીએચ)માં આયુષ સુવિધાઓ,
  • આયુષ શૈક્ષણિક સંસ્થાઓ, રાજ્ય સરકાર, આયુર્વેદ, સિદ્ધ, યુનાની અને હોમિયોપેથી ફાર્મસીઓનાં અપગ્રેડેશન મારફતે રાજ્ય સ્તરની સંસ્થાગત ક્ષમતાને વધારવી,
  • દવા પરીક્ષણ પ્રયોગશાળાઓ તથા આયુર્વેદ સિદ્ધ, યુનાની અને હોમિયોપેથી અમલીકરણ વ્યવસ્થા,
  • ખેતીવાડીમાં શ્રેષ્ઠ પદ્ધતિઓ (જીએસપી) અપનાવીને જડીબુટ્ટીઓની ખેતીને સમર્થન, જેથી તેમનાં સંગ્રહ અને વિતરણ માળખું વિકસાવવા અને કાચા માલનો સતત પુરવઠો ઊભો કરી શકાય,

રાષ્ટ્રીય આયુષ મિશન દેશમાં અને ખાસ કરીને પછાત અને અંતરિયાળ વિસ્તારોમાં આયુષ આરોગ્ય સેવાઓ/શિક્ષણ ઉપલબ્ધ કરાવીને રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સરકારોનાં પ્રયાસોને સમર્થન આપી રહ્યાં છે, જેથી આરોગ્ય સેવાઓનાં અવરોધને દૂર કરી શકાય. મિશન અંતર્ગત આ ક્ષેત્રો પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. ઉપરાંત વાર્ષિક યોજનાઓ માટે વધારાનાં સંસાધનો પૂરાં કરવા માટેની જોગવાઈ પણ કરવામાં આવે છે.

મિશનનાં સંભવિત પરિણામ આ પ્રકારનાં છેઃ

  1. આયુષ સેવાઓ પ્રદાન કરનારી સ્વાસ્થ્ય સુવિધાઓની સંખ્યા વધારવા તથા દવાઓ અને તાલીમ ધરાવતી શ્રમ શક્તિ ઉપલબ્ધ કરાવીને આયુષ સ્વાસ્થ્ય સેવાઓ સુધી શ્રેષ્ઠ પહોંચ.
  2. તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ આયુષ શૈક્ષણિક સંસ્થાઓની સંખ્યા વધારીને આયુષ શિક્ષામાં સુધારો.
  3. કડક અમલીકરણ વ્યવસ્થાથી સજ્જ શ્રેષ્ઠ ફાર્મસીઓ અને દવા પરીક્ષણ પ્રયોગશાળીઓની સંખ્યા વધારીને શ્રેષ્ઠ આયુષ દવાઓની ઉપલબ્ધતામાં વધારો.
  4. પ્રતિરોધક સ્વાસ્થ્ય સેવા વ્યવસ્થાઓ સ્વરૂપે યોગ અને કુદરતી ચિકિત્સાને અપનાવવા માટે જાગૃતિ લાવવી.
  5. જડીબુટ્ટીઓનાં કાચા માલની વધતી સ્થાનિક માંગને પૂર્ણ કરવી અને નિકાસ વધારવી.

પૃષ્ઠભૂમિઃ

રાષ્ટ્રીય આયુષ મિશનનો ઉદ્દેશ આયુર્વેદ, સિદ્ધ, યુનાની અને હોમિયોપેથી જેવા પ્રાચીન ભારતીય ચિકિત્સા વારસાને મજબૂત કરવાનો છે. આ સ્વાસ્થ્ય સુવિધાનાં ક્ષેત્રમાં અપાર જ્ઞાનનો ભંડાર છે. ભારતીય ઔષધિ વ્યવસ્થાઓની આ વિશેષતા એ છે કે તે તમામની પહોંચમાં છે, તેમાં વિવિધતા છે, આ દવાઓ સસ્તી છે તથા સામાન્ય જનતાનાં મોટા વર્ગમાં તેની સ્વીકૃતિ છે. તુલનાત્મક સ્વરૂપે આ દવાઓ ઓછી ખર્ચાળ છે અને દેશવાસીઓનાં એક મોટા વર્ગની સ્વાસ્થ્યની જરૂરિયાતો પૂર્ણ કરવામાં સક્ષમ છે. 

GP