પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કેન્દ્રીય સશસ્ત્ર દળોનાં ગ્રૂપ ‘એ’ કાર્યકારી કેડર અધિકારીઓને સંગઠિત સમૂહ ‘એ’ સેવા (ઓજીએએસ) ને મળવાપાત્ર ગ્રાન્ટ પ્રદાન કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. નોન-ફંક્શનલ ફાઇનાન્શિયલ અપગ્રેડેશન (એનએફએફયુ) અને નોન-ફંક્શનલ સિલેક્શન ગ્રેડ (એનએફએસજી) નો લાભ હવે એમને મળશે.
લાભ:
a. આ મંજૂરીને પરિણામે સીએપીએફનાં લાયકાત ધરાવતાં ગ્રૂપ ‘એ’ એક્ઝિક્યુટિવ કેડર અધિકારીઓને ઉપરોક્ત લાભ મળશે; અને
b. આ નિર્ણયથી , 30 ટકાનાં સંવર્ધિત દરે એનએફએસજીનો લાભ સીએપીએફનાં ગ્રૂપ ‘એ’ એક્ઝિક્યુટિવ કેડર અધિકારીઓને પણ મળશે
પૃષ્ઠભૂમિ:
સર્વોચ્ચ અદાલતે ફેબ્રુઆરી, 2019માં આપેલા આદેશો મુજબ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સર્વોચ્ચ અદાલતે નોન-ફંક્શનલ ફાઇનાન્શિયલ અપગ્રેડેશન (એનએફએફયુ) અને નોન-ફંક્શનલ સિલેક્શન ગ્રેડ (એનએફએસજી)નાં ફાયદા વધારવાથી લઈને દિલ્હી હાઈ કોર્ટે આપેલા ચુકાદાને જાળવી રાખ્યો છે. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોનાં લાયકાત ધરાવતાં અધિકારીઓને એનએફએફયુ અને એનએફએસજીનો લાભ મળશે. મંત્રીમંડળનાં આ નિર્ણયથી 10 લાખ કર્મચારીઓને લાભ મળશે, જેમાં ગ્રૂપ ‘એ’નાં 12,000 કેડરનાં અધિકારીઓ પણ સામેલ છે.
DK/NP/GP