પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે કર્ણાટકનાં ‘પરિવારા અને તલવારા’ સમૂદાયોને ‘નાયક’નાં પર્યાય તરીકે અનુસૂચિત જાતિની યાદીમાં એસ આઇ નંબર. 38 મુજબ સમાવવા સૈદ્ધાંતિક રીતે મંજૂરી આપી હતી.
મહત્વની અસરો:
આ સાથે કર્ણાટક રાજ્યમાં અનુસૂચિત જનજાતિનો દરજ્જો ફાળવવાની પરિવારા અને તલવારા સમાજની લાંબા સમયની માંગણી પૂરી કરવામાં આવી છે. પરિવારા અને તલવારા જાતિની વ્યક્તિઓ આ સાથે કર્ણાટક રાજ્ય તરફથી અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર પ્રાપ્ત કરી શકશે અને રાજ્યમાં અનુસૂચિત જનજાતિને મળતા લાભો પણ મેળવી શકશે.
પૂર્વભૂમિકા:
કર્ણાટક સરકારે કર્ણાટક રાજ્યની અનુસૂચિત જાતિની યાદીમાં એસ આઇ નંબર 38 તરીકે નાયકના પર્યાય તરીકે પરિવારા અને તલવારા સમૂદાયને સામેલ કરવા માટે ભલામણ કરી હતી.
કોઈ ખાસ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં અનુસૂચિત જાતિ અને જનજાતિનું જાહેરનામુ રાષ્ટ્રપતિ દ્વારા જે તે રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે વિચાર-વિમર્શ બાદ રજૂ થતું હોય છે. અનુસૂચિત જાતિ અને જનજાતિની યાદીમાંથી કોઈ પણ સમૂદાયનો સમાવેશ કે બાદબાકી સંસદમાં સુધારા ખરડા બાદ જ થઈ શકે છે.
J.Khunt/GP/RP