Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ઓડિશામાં ચાંદીખોલ અને કર્ણાટકમાં પદુર ખાતે વધારાના 6.5 મેટ્રિક ટન ક્ષમતાના પેટ્રોલિયમ ભંડારની સ્થાપના કરવા માટે મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે બે સ્થળો – ઓડિશામાં ચાંદીખોલ અને કર્ણાટકમાં પદુર ખાતે વધારાના 6.5 મેટ્રિક ટન (એમએમટી)ના આકસ્મિક પેટ્રોલિયમ ભંડાર (એસપીઆર)ની સ્થાપના કરવાની મંજૂરી આપી દીધી છે જેમાં બંને એસપીઆર માટે ડેડીકેટેડ એસપીએમ (સિંગલ પૉઈન્ટ મૂરિંગ)ના નિર્માણનો પણ સમાવેશ થાય છે. ચાંદીખોલ અને પદુર ખાતે એસપીઆરની સુવિધા એ જમીનમાં ભૂગર્ભમાં કરવામાં આવશે અને તેની ક્ષમતા અનુક્રમે 4 એમએમટી અને 2.5 એમએમટી હશે. સરકારે 2017-18ના બજેટની જાહેરાત કરતી વખતે આ બે નવા વધારાના એસપીઆરની સ્થાપના કરવાની જાહેરાત કરી હતી.

સૈદ્ધાંતિક મંજૂરીમાં ભારત સરકારની બજેટને લગતી સહાય ઘટાડવા માટે આ પ્રોજેક્ટને પીપીપી અંતર્ગત હાથ ધરવાનું આયોજન છે. આ પ્રકારની ભાગીદારીના નિયમો અને શરતો એ સંભવિત રોકાણકારો સહિત બજારની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે રોડ શોના આયોજન કર્યા બાદ નાણા મંત્રાલય સાથે ચર્ચા વિચારણા કર્યા પછી પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવશે.

આઈએસપીઆરએલ દ્વારા ત્રણ સ્થળો; વિશાખાપટ્ટનમ (1.૩૩ એમએમટી), મેંગલોર (1.5 એમએમટી) અને પદુર (2.5 એમએમટી), પર 5.૩૩ એમએમટીના કાચા તેલના સંગ્રહ માટે ભૂગર્ભમાં ભંડારોનું નિર્માણ કરી દેવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2016-17ના વપરાશ આંકડાઓના જણાવ્યા અનુસાર એસપીઆર કાર્યક્રમના પ્રથમ તબક્કા અંતર્ગત 5.૩૩ એમએમટીની ક્ષમતા એ વર્તમાન સમયમાં ભારતની કાચા તેલની 10 દિવસની જરૂરિયાતોને પૂરી પાડશે તેવું અનુમાન છે. વધારાના 6.5 એમએમટીના આકસ્મિક પેટ્રોલિયમ ભંડારની સ્થાપના માટે મંત્રીમંડળની મંજુરી 12 દિવસનો વધારાનો જથ્થો પૂરો પાડશે અને તે ભારતની ઊર્જા સુરક્ષાને પણ વધારશે.

ચાંદીખોલ અને પદુર ખાતે એસપીઆરના નિર્માણ તબક્કાથી ઓડિશા અને કર્ણાટક રાજ્યમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની અનેક તકોનું નિર્માણ થવાની સંભાવના છે.

NP/J.Khunt/RP