પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે એમએમટીસી લિમીટેડના માધ્યમથી જાપાનની સ્ટીલ મિલ (જેએસએમસ) અને પોસ્કો, દક્ષિણ કોરિયાને વધુ પાંચ વર્ષ માટે 64 ટકાથી વધુ એફઈ ગ્રેડનાં કાચા લોખંડ (ટુકડાઓ અને ભુક્કો)નો જથ્થો પૂરો પાડવા માટેના લાંબા સમયના કરારના નવીનીકરણની મંજૂરી આપી દીધી છે.
વિગતો:
પોસ્કો, દક્ષિણ કોરિયા |
0.80 – 1 .20 મિલિયન ટન પ્રતિ વર્ષ |
જાપાનની સ્ટીલ મિલ | 3.00 – 4.30 મિલિયન ટન પ્રતિ વર્ષ |
---|
ફાયદાઓ
એલટીએ અંતર્ગત કાચા લોખંડની નિકાસ એ લાંબા સમયના ભાગીદાર રાષ્ટ્રો જાપાન અને દક્ષિણ કોરિયા સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોને મજબુત બનાવવામાં મદદ કરશે અને નિકાસ બજારને સુરક્ષિત બનાવી દેશમાં વિદેશી હુંડીયામણના પ્રવાહને વધારશે.
આ સમજૂતી ભારતને તેના કાચા લોખંડ માટે આંતરરાષ્ટ્રીય બજારને સુરક્ષિત બનાવશે અને સંતુલિત અર્થવ્યવસ્થા પ્રણાલીની ખાતરી આપશે કે, જે ખાણ ઉદ્યોગ, પરિવહન અને સંબંધિત ક્ષેત્રમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારી પૂરી પાડશે.
પૂર્વભૂમિકા
જાપાનને કાચા લોખંડની નિકાસ કરવાનો ભારતનો ઈતિહાસ એ લગભગ છ દસકા જુનો છે અને જાપાન સાથેના ભારતના દ્વિપક્ષીય સંબંધોનો સુસંગત હિસ્સો છે. એમએમટીસી એ જેએસએમને 1963થી અને દક્ષિણ કોરિયાને 1973થી કાચા લોખંડનો જથ્થો પૂરો પાડી રહી છે. જાપાનની સ્ટીલ મિલ્સ (જેએસએમ) અને પોસ્કો, દક્ષિણ કોરિયા સાથેનો ત્રણ વર્ષ માટેનાં કાચા લોખંડનો જથ્થો પૂરો પાડવા માટેનો વર્તમાન એલટીએ કરાર 31 માર્ચ 2018ના રોજ પૂરો થઇ જાય છે. મંત્રીમંડળે તેમની 24.06.2015ના રોજ મળેલી બેઠકમાં એમએમટીસી લિમીટેડને જાપાનની સ્ટીલ મિલ્સ (જેએસએમ) અને પોસ્કો, દક્ષિણ કોરિયાને ત્રણ વર્ષ (2015થી 2018) સુધી કાચા લોખંડનો જથ્થો પૂરો પાડવા માટે લાંબા સમયના કરાર (એલટીએ)માં જોડાવાની મંજુરી આપી હતી.
NP/J.Khunt/GP/RP