પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ભારે ઉદ્યોગ વિભાગની નીચેની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતીઃ
1 . એચએમટી વોચિસ લિમિટેડની બેંગોલર અને તુમ્કુરમાં સ્થિત 208.35 એકર જમીનનું ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)ને રૂ. 1194.21 કરોડ અને લાગુ કરવેરા અને વેરાની ચુકવણી પર હસ્તાંતરણ.
2. એચએમટી લિમિટેડની બેંગલોર (ગ્લોબલ વેરહાઉસિસ)ની એક એકર જમીનનું ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ (ગેઇલ)ને રૂ. 34.30 કરોડ તથા તેના પર લાગુ વેરા અને કરવેરાની ચુકવણી પર હસ્તાંતરણ.
કંપની જમીનના વેચાણમાંથી થનારી આવકને તાત્કાલિક જવાબદારીઓ અદા કરી અને વ્યવહારોમાંથી કરવેરાની જવાબદારીની ચુકવણી કર્યા પછી લોન અને એડવાન્સ સામે સરકારી એકાઉન્ટ્સમાં જમા કરશે.
પૃષ્ઠભૂમિ:
એચએમટી વોચિસ લિમિટેડ સામાન્ય ભારતીય નાગરિક માટે ઘડિયાળોનું ઉત્પાદન કરવામાં પથપ્રદર્શક હતી અને એક સમયે ટાઇમ કીપર્સ ઓફ ઇન્ડિયા તરીકે જાણીતી હતી, જેણે વર્તમાન સ્પર્ધાત્મક આર્થિક વાતાવરણમાં કામગીરીમાં સુધારો થવાની કોઈ શક્યતા ન દેખાતા અને નુકસાની વધી જવાના કારણે તેની કામગીરી બંધ કરી હતી. કંપનીએ જાન્યુઆરી, 2016માં કામગીરી બંધ કરવાનો નિર્ણય લીધો હતો અને તેના તમામ કર્મચારીઓને આકર્ષક વીઆરએસ/વીએસએસ ઓફર કરી હતી. બેંગલોર અને તુમ્કુરમાં કર્મચારીઓને ભારત સરકારની આ ગોલ્ડન હેન્ડશેક સ્કીમનો લાભ મળ્યો હતો અને તેઓ તેનાથી અતિ સંતુષ્ટ હતાં.
બેંગલોરમાં કેન્દ્રીય જાહેર ક્ષેત્રના સાહસ એચએમટી વોચિસ લિમિટેડની જમીનનું વેચાણ/હસ્તાંતરણ કેન્દ્ર સરકારની અન્ય કંપનીઓ ઇસરો અને ગેઇલને થશે, જેથી ઉત્પદાકીય સંસાધનો મુક્ત થશે અને જાહેર જનહિતમાં દુર્લભ જમીન સંસાધનનો શ્રેષ્ઠ વપરાશ સુનિશ્ચિત થશે.
TR