Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે એચએમટી લિમિટેડને ટ્રેક્ટર ડિવિઝનની કામગીરી બંધ કરવા અને કર્મચારીઓને વીઆરએસ/વીએસએસ યોજના ઓફર કરવા, બાકીનો પગાર ચુકવવા અંદાજપત્રીય સહાય કરવાની દરખાસ્તને મંજૂરી આપી


જમીન અન્ય સરકારી કંપનીઓને હસ્તાંતરિત કરવાની પણ મંજૂરી આપી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં એચએમટી લિમિટેડને બાકી પગાર/ભથ્થા અને કર્મચારીઓ સાથે સંબંધિત બાકી નીકળતી રકમ ચુકવવા અંદાજપત્રીય સહાય કરવાની મંજૂરી આપવાનો નિર્ણય લેવાયો છે. મંત્રીમંડળે 2007ના પગાર ધોરણે આકર્ષક વીઆરએસ/વીએસએસ ઓફર કરી એચએમટી ટ્રેક્ટર ડિવિઝને બંધ કરવાની મંજૂરી પણ આપી હતી.
તેમાં બાકી નીકળતા પગાર, ભથ્થા અને કાયદેસર બાકી નીકળતી રકમ, વીઆરએસ/વીએસએસ રહેમરાહે ચુકવણી અને ટ્રેક્ટર ડિવિઝનની બેંકો, ધિરાણકારો વગેરેની જવાબદારીઓ અદા કરવા રૂ. 718.72 કરોડના રોકડ ખર્ચ થશે.

મંત્રીમંડળે બેંગલોર અને કોચીમાં એચએમટી જમીનના નાના પસંદગીના પ્લોટનો ઉપયોગ વ્યાપક જનહિતમાં કરવા અલગઅલગ સરકારી સંસ્થાઓને હસ્તાંતરિત કરવાની મંજૂરી પણ આપી છે.

પૃષ્ઠભૂમિ:

એચએમટી લિમિટેડ ભારત સરકારના ભારે ઉદ્યોગ અને સરકારી સાહસોના મંત્રાલય હેઠળ સ્થાપિત કેન્દ્ર સરકારનું જાહેર સાહસ છે, જેની સ્થાપના 1953માં બેંગલોરમાં થઈ હતી તેનો ઉદ્દેશ દેશને ઔદ્યોગિકરણને પંથે લઈ જવા જરૂરી મશીન સાધનસામગ્રીનું ઉત્પાદન કરવાનો છે. એચએમટીએ દેશમાં ઇજનેરી અને ઉત્પાદન ક્ષમતાઓ વિકસાવવા પાયો નાંખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી. એચએમટી ટ્રેક્ટર ડિવિઝનની સ્થાપના 1971માં હરિયાણામાં પિન્જોરમાં થઈ હતી, જેનો આશય એચએમટી ટ્રેક્ટરનું ઉત્પાદન કરવાનો હતો. કંપનીની કામગીરીમાં 90ના દાયકામાં ઘટાડો શરૂ થયો હતો, ખાસ કરીને આર્થિક ઉદારીકરણીની પ્રક્રિયા શરૂ થયા પછી. વળી ખર્ચમાં વધારો, આંતરરાષ્ટ્રીય કંપનીઓની ગળાકાપ સ્પર્ધા અને સસ્તા દરે આયાતી ચીજવસ્તુઓની ઉપલબ્ધતા થવાથી કંપનીની કામગીરી વધુ ઘટી હતી. અગાઉ આ ઘટાડાને રોકવા કેટલાક પ્રયાસો થયા હતા, પણ તેમાં સફળતા મળી નથી. એચએમટીએલના નફા કરતા ટ્રેક્ટર વ્યવસાયને ઓછા વેચાણ, ક્ષમતાના ઓછા ઉપયોગ અને કાર્યકારી મૂડીની ખેંચ વગેરે પરિબળોને કારણે અસર થઈ હતી. તે જોવામાં આવ્યું છે કે ક્ષેત્રમાં નગણ્ય બજારહિસ્સા સાથે ટ્રેક્ટર વ્યવસાયમાં કામગીરી ચાલુ રાખવી એચએમટી લિમિટેડ માટે નાણાકીય રીતે વ્યવહારિક અને લાંબા ગાળે લાભદાયક વિકલ્પ નથી. એટલે ટ્રેક્ટર વ્યવસાયને બંધ કરવામાં જ હિત છે, જેના પગલે આ સેગમેન્ટમાંથી કંપની બહાર નીકળી હતી અને મશીન સામગ્રીઓના મુખ્ય ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું.

ટ્રેક્ટર ડિવિઝન સતત નુકસાન કરે છે તથા તેના કર્મચારીઓનો પગાર અને અન્ય ભથ્થા ચુકવવાની સ્થિતિમાં નથી. પિન્જોરમાં ટ્રેક્ટર ડિવિઝનના કર્મચારીઓને જુલાઈ, 2014થી પગાર અને અન્ય ભથ્થાઓ નવેમ્બર, 2013થી ચુકવાયા નથી. એચએમટીએલના અન્ય ડિવિઝન્સ (કોર્પોરેટ હેડ ઓફિસ (સીએચઓ), કોમન સર્વિસ ડિવિઝન (સીએસડી) અને ફૂડ પ્રોસેસિંગ મશીનરી યુનિટ, ઔરંગાબાદ (એફપીએ))ના કર્મચારીઓને કાયદેસર બાકી નીકળતી રકમ (નોકરીમાંથી છૂટા કરવાના ફાયદા, પીએફ, ગ્રેચ્યુઇટી, રજાનો પગાર વગેરે) ચુકવવાની પણ બાકી છે. કંપનીની નબળી પડતી સ્થિતિ અને પગાર/ભથ્થા તથા નિવૃત્તિના અન્ય લાભોની ચુકવણી ન થવાથી કર્મચારીઓને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને એચએમટી લિમિટેડના ટ્રેક્ટર ડિવિઝનને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે, જે માટે તેના કર્મચારીઓને આકર્ષક વીઆરએસ/વીએસએસ પેકેજ ઓફર કરવામાં આવશે અને બાકી નીકળતી રકમની ચુકવણી કરવામાં આવશે.

AP/JKhunt/Tr