Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે એઆઈ ઈનોવેશન ઈકોસિસ્ટમને મજબૂત કરવાના મહત્વાકાંક્ષી ભારતએઆઈ મિશનને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારતમાં એઆઈને બનાવવા અને એઆઈને ભારતમાં કાર્યરત કરવાના વિઝનને આગળ વધારતાં રૂ.10,371.92 કરોડના બજેટના ખર્ચ સાથે વ્યાપક રાષ્ટ્રીય સ્તરના ઈન્ડિયાએઆઈ મિશનને મંજૂરી આપી દીધી છે.

ઇન્ડિયાએઆઈ મિશન જાહેર અને ખાનગી ક્ષેત્રોમાં વ્યૂહાત્મક કાર્યક્રમો અને ભાગીદારી મારફતે એઆઈ નવીનતાને ઉત્પ્રેરિત કરતી એક વ્યાપક ઇકોસિસ્ટમ સ્થાપિત કરશે. કમ્પ્યુટિંગ એક્સેસનું લોકશાહીકરણ કરીને, ડેટાની ગુણવત્તામાં સુધારો કરીને, સ્વદેશી એઆઇ ક્ષમતાઓનો વિકાસ કરીને, ટોચની એઆઇ પ્રતિભાઓને આકર્ષીને, ઔદ્યોગિક જોડાણને સક્ષમ બનાવીને, સ્ટાર્ટઅપ રિસ્ક કેપિટલ પ્રદાન કરીને, સામાજિક રીતે અસરકારક એઆઇ પ્રોજેક્ટ્સને સુનિશ્ચિત કરીને અને નૈતિક એઆઇને પ્રોત્સાહન આપીને, તે ભારતની એઆઇ ઇકોસિસ્ટમના જવાબદાર, સર્વસમાવેશક વિકાસને વેગ આપશે.

આ મિશનનો અમલ ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન (ડીઆઇસી) હેઠળ ઇન્ડિયાએઆઈઇન્ડિપેન્ડન્ટ બિઝનેસ ડિવિઝન (આઇબીડી) દ્વારા કરવામાં આવશે અને તેના નીચે મુજબના ઘટકો છેઃ

  1. ઇન્ડિયાએઆઈ કમ્પ્યુટ ક્ષમતાઃ ઇન્ડિયાએઆઈ કમ્પ્યુટ પિલર હાઈએન્ડ સ્કેલેબલ એઆઈ કમ્પ્યુટિંગ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે, જે ભારતની ઝડપથી વિસ્તરી રહેલી એઆઇ સ્ટાર્ટઅપ્સ અને રિસર્ચ ઇકોસિસ્ટમની વધતી જતી માગને પહોંચી વળશે. ઇકોસિસ્ટમમાં 10,000 કે તેથી વધુ ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ (જીપીયુ)નું એઆઇ કમ્પ્યુટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે, જેનું નિર્માણ પબ્લિકપ્રાઇવેટ પાર્ટનરશિપ મારફતે કરવામાં આવ્યું છે. વધુમાં, એઆઇ માર્કેટપ્લેસ એઆઇને સેવા તરીકે અને એઆઇ ઇનોવેટર્સને પૂર્વપ્રશિક્ષિત મોડેલો પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવશે. તે એઆઈ નવીનતા માટે મહત્ત્વપૂર્ણ સંસાધનો માટે વનસ્ટોપ સોલ્યુશન તરીકે કામ કરશે.
  2. ઇન્ડિયાએઆઈ ઇનોવેશન સેન્ટરઃ ઇન્ડિયાએઆઈ ઈનોવેશન સેન્ટર મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં સ્વદેશી લાર્જ મલ્ટિમોડલ મોડલ્સ (એલએમએમ) અને ડોમેનસ્પેસિફિક ફાઉન્ડેશનલ મોડલ્સના વિકાસ અને વિકાસનું કામ કરશે.
  3. ઇન્ડિયાએઆઈ ડેટાસેટ્સ પ્લેટફોર્મઇન્ડિયાએઆઈ ડેટાસેટ્સ પ્લેટફોર્મ એઆઇ ઇનોવેશન માટે ગુણવત્તાયુક્ત નોનપર્સનલ ડેટાસેટ્સની સુલભતાને સુવ્યવસ્થિત કરશે. ભારતીય સ્ટાર્ટ અપ અને સંશોધકોને બિનવ્યક્તિગત ડેટાસેટ્સની સાતત્યપૂર્ણ સુલભતા માટે વનસ્ટોપ સોલ્યુશન પ્રદાન કરવા માટે એકીકૃત ડેટા પ્લેટફોર્મ વિકસાવવામાં આવશે.
  4. ઇન્ડિયાએઆઈ એપ્લિકેશન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવઇન્ડિયાએઆઈ એપ્લિકેશન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ કેન્દ્રીય મંત્રાલયો, રાજ્ય વિભાગો અને અન્ય સંસ્થાઓ પાસેથી પ્રાપ્ત સમસ્યાનિવેદનો માટે મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં એઆઈ એપ્લિકેશનને પ્રોત્સાહન આપશે. આ પહેલ મોટા પાયે સામાજિકઆર્થિક પરિવર્તનને ઉત્પ્રેરિત કરવાની સંભવિતતા સાથે અસરકારક એઆઇ સોલ્યુશન્સના સ્વીકાર/વિકાસ/પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
  5. ઇન્ડિયાએઆઈ ફ્યુચર સ્કિલ્સઇન્ડિયાએઆઈ ફ્યુચર સ્કિલ્સની કલ્પના એઆઈ કાર્યક્રમોમાં પ્રવેશ માટેના અવરોધોને ઘટાડવા માટે કરવામાં આવી છે અને તે અંડરગ્રેજ્યુએટ, માસ્ટર્સલેવલ અને પીએચડી પ્રોગ્રામ્સમાં એઆઈ અભ્યાસક્રમોમાં વધારો કરશે. ઉપરાંત સમગ્ર ભારતમાં ટિઅર-2 અને ટિઅર-3 શહેરોમાં પાયાનાં સ્તરનાં અભ્યાસક્રમો પ્રદાન કરવા માટે ડેટા અને એઆઇ લેબ સ્થાપિત કરવામાં આવશે.
  6. ઇન્ડિયાએઆઈ સ્ટાર્ટઅપ ફાઇનાન્સિંગ: ઇન્ડિયાએઆઈ સ્ટાર્ટઅપ ફાઇનાન્સિંગ આધારસ્તંભની કલ્પના ડીપટેક એઆઇ સ્ટાર્ટઅપ્સને ટેકો આપવા અને વેગ આપવા અને ભવિષ્યનાં એઆઇ પ્રોજેક્ટ્સને સક્ષમ બનાવવા માટે ભંડોળની સરળ સુલભતા પ્રદાન કરવા માટે કરવામાં આવી છે.
  7. સલામત અને વિશ્ર્વાસપાત્ર એ.આઈ.એઆઇના જવાબદાર વિકાસ, જમાવટ અને તેને અપનાવવા માટે પર્યાપ્ત ગાર્ડરેઇલની જરૂરિયાતને માન્યતા આપીને સેફ એન્ડ ટ્રસ્ટેડ એઆઇ સ્તંભ જવાબદાર એઆઇ પ્રોજેક્ટ્સના અમલીકરણને સક્ષમ બનાવશે, જેમાં સ્વદેશી સાધનો અને ફ્રેમવર્કના વિકાસ, નવીનતાઓ માટે સ્વમૂલ્યાંકન ચેકલિસ્ટ્સ અને અન્ય માર્ગદર્શિકાઓ અને શાસન માળખાનો સમાવેશ થાય છે.

માન્ય ઇન્ડિયાએઆઈ મિશન નવીનતાને આગળ ધપાવશે અને ભારતની ટેક સાર્વભૌમત્વને સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક ક્ષમતાઓનું નિર્માણ કરશે. તે દેશના વસ્તી વિષયક ડિવિડન્ડનો ઉપયોગ કરવા માટે ઉચ્ચ કુશળ રોજગારની તકો પણ ઉભી કરશે. ઇન્ડિયાએઆઈ મિશન ભારતને દુનિયાને એ દર્શાવવામાં મદદ કરશે કે કેવી રીતે આ પરિવર્તનકારી ટેકનોલોજીનો ઉપયોગ સામાજિક હિત માટે થઈ શકે છે અને તેની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારી શકાય છે.

AP/GP/JD