Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ઇન્સ્ટિટ્યૂટ્સ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (આઇસીએઆઈ) અને નેશનલ બોર્ડ ઑફ એકાઉન્ટન્ટ્સ એન્ડ ઓડિટર્સ (એનબીએએ), તાન્ઝાનિયા વચ્ચેનીસમજૂતીને મંજૂરી આપી


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. તેમાં ઇન્સ્ટિટ્યૂટ્સ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઑફ ઇન્ડિયા (આઇસીએઆઈ) અને નેશનલ બોર્ડ ઑફ એકાઉન્ટ્સ એન્ડ ઓડિટર્સ (એનબીબીએ), તાન્ઝાનિયા વચ્ચે થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપવામાં આવી હતી. આ એમઓયુ અંતર્ગત મેમ્બરશિપ મેનેજમેન્ટ, વ્યાવસાયિક નૈતિકતા, ટેકનિકલ સંશોધન, સતત વ્યાવસાયિક વિકાસ, વ્યાવસાયિક એકાઉન્ટની તાલીમ, એકાઉન્ટની ગુણવત્તા પર નજર રાખવી, એકાઉન્ટની જાણકારી વધારવી, વ્યાવસાયિક અને બૌદ્ધિક વિકાસનાંક્ષેત્રમાં પારસ્પરિક સહયોગનું માળખુ સ્થાપિત કરવામાં આવશે.

અસરઃ

આ એમઓયુ આઇસીએઆઈનાં સભ્યો, વિદ્યાર્થીઓ અને તેમની સંસ્થાઓનાં વ્યાપક હિતમાં પારસ્પરિક લાભદાયક સંબંધોનો વિકાસ કરશે. આ એમઓયુ આઇસીએઆઈનાં સભ્યોને તેમની વ્યાવસાયિક કામગીરીનાં વિસ્તાર માટે તકો ઉપલબ્ધ કરાવશે. આ એમઓયુ આઇસીએઆઈ અનેએનબીબીએ, તાન્ઝાનિયા વચ્ચે મજબૂત કાર્યસંબંધ સ્થાપિત કરશે.

પૃષ્ઠભૂમિઃ

આઇસીએઆઈ અને તેમનાં સભ્યો માટે આફ્રિકામાં એકાઉન્ટન્સી અને ઓડિટિંગ વ્યવસાયને વિકસાવવામાં મદદ કરવા માટે પુષ્કળ તકો ઉપલબ્ધ છે. એનબીબીએ, તાન્ઝાનિયાની સાથે આઇસીએઆઈનાં સંબંધો સ્થાપિત થવાથી ભારતીય સીએ માટે પરોક્ષ રીતે રોજગારીનું સર્જન કરવામાં મદદ મળશે, કારણ કે તાન્ઝાનિયાનાં કર્મચારીઓ વચ્ચે તેમને સ્વીકાર્યતા અને માન્યતા મળશે. સાથે-સાથે તેનાથી આફ્રિકાનાં બજારમાં કાર્યરત તથા આફ્રિકા અને તાન્ઝાનિયાનાં બજારોમાં કામ કરવાની ઇચ્છા ધરાવતાં ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સકારાત્મક છબી બનાવવામાં પણ મદદ મળશે.

આઇસીએઆઈ ભારતીય સંસદનાં એક કાયદા દ્વારા સ્થાપિત એક કાયદેસર સંસ્થા છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ કાયદો, 1949 ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનાં વ્યવસાયને સંચાલિત કરે છે. નેશનલ બોર્ડ ઑફ એકાઉન્ટન્ટ્સ એન્ડ ઓડિટર્સ (એનબીબીએ)ની સ્થાપના તાન્ઝાનિયાની સંસદ દ્વારા સ્વીકૃત 1972નાં ઓડિટર્સ એન્ડ એકાઉન્ટન્ટ્સ (રજિસ્ટ્રેશન) કાયદા નંબર 33 અને 1995નાં કાયદા નંબર 2માં સંશોધન અંતર્ગત કરવામાં આવી છે. તાન્ઝાનિયા સરકારનાં નાણાં મંત્રાલયને આધિન તેનું સંચાલન થાય છે.

 

RP