પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે વધુ ત્રણ નાણાકીય વર્ષ (નાણાકીય વર્ષ 2017-18થી નાણાકીય વર્ષ 2019-20) માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોર્પોરેટ અફેર્સ (આઇઆઇસીએ) યોજનાને ચાલુ રાખવાની તથા ઇન્સ્ટિટ્યૂટને રૂ. 18 કરોડની ગ્રાન્ટ આપવાની મંજૂરી આપી છે. તે નાણાકીય વર્ષ 2019-20નાં અંત સુધીમાં સંસ્થાને સ્વનિર્ભર બનાવશે.
અસર:
પૃષ્ઠભૂમિ:
આઇઆઇસીએમાં નેશનલ ફાઉન્ડેશન ફોર કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (એનએફસીએસઆર) કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) પહેલો માટે જવાબદાર છે. ફાઉન્ડેશન કંપની કાયદા, 2013ની નવી જોગવાઈઓ આસપાસ ડિઝાઇન કરેલ છે. એનએફસીએસઆરે સીએસઆરનાં ક્ષેત્રમાં કોર્પોરેટ સાથે ભાગીદારીમાં વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી છે, જે સામાજિક સર્વસમાવેશકતાલક્ષી છે.
આઇઆઇસીએ થિંક-ટેંક છે તથા કોર્પોરેટ ક્ષેત્ર સાથે સંબંધિત નીતિનિર્માતાઓ, નિયમનકારો તેમજ અન્ય હિતધારકો માટે તાર્કિક નિર્ણયપ્રક્રિયાને મદદ કરવા આંકડા અને જાણકારીનો ખજાનો છે. તે કોર્પોરેટ કાયદા, કોર્પોરેટ ગવર્નન્સ, સીએસઆર, એકાઉન્ટિંગનાં ધારાધોરણો, રોકાણકારોમાં જાગૃતિ વગેરે ક્ષેત્રમાં વિવિધ હિતધારકોને સેવાઓ પ્રદાન કરે છે. આઇઆઇસીએની વિવિધ પ્રવૃત્તિઓ પ્રથમ પેઢીનાં ઉદ્યોગસાહસિકો અને લઘુ વ્યાવસાયિકોને એકથી વધારે શાખામાં કુશળતા હાંસલ કરવામાં મદદ કરે છે, કારણ કે તેઓ મેનેજમેન્ટ, કાયદા, એકાઉન્ટન્સી વગેરેમાં અલગથી નિષ્ણાતોને રોજગારી આપી શકવા સક્ષમ હોતા નથી.
NP/J.Khunt/GP/RP