Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે આવકવેરા પર આર્થિક કરચોરી અટકાવવા અને બેવડા કરવેરાને નાબુદ કરવા ભારત અને ચીન પ્રાંતનાં હોંગ કોંગ સાથે વિશેષ વહીવટી તંત્ર વચ્ચેનાં કરારને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે ભારત અને ચીન પ્રાંતના હોંગ કોંગ વિશેષ વહીવટી તંત્ર (એચકેએસએઆર)વચ્ચેનાં આવકવેરા પર આર્થિક કરચોરી અટકાવવા અને બેવડા કરવેરાને નાબુદ કરવા અંગેના કરાર કરવા માટે મંજૂરી આપી હતી.
આ કરારથી ભારત અને એચકેએસએઆર વચ્ચેનાં રોકાણ, ટેકનોલોજી અને પર્સોનલ બાબતોને વેગ આપશે, બેવડા કરબોજને નાબુદ કરશે અને બંને કરારબદ્ધ પક્ષો વચ્ચે માહિતીની આપ-લે પૂરી પાડશે. તેનાથી પારદર્શિતા વધશે અને કરચોરીને નાબુદ કરી શકાશે.

પૂર્વભૂમિકા

જ્યાં સુધી ભારતનો સવાલ છે ત્યાં સુધી કેન્દ્ર સરકારને આવક વેરા ધારા, 1961ની કલમ 90 અન્વયે કોઈ વિદેશી દેશ સાથે અથવા તો ખાસ પ્રાંત સાથે બેવડા આવક વેરા દૂર કરવા, કરચોરી દૂર કરવા માટે માહિતીની આપ-લે કરવા અથવા આવક વેરા ધારા, 1961 હેઠળ લાગુ થતાં આવક વેરાને દૂર કરવાની સત્તા છે. ભારતે અન્ય દેશો સાથે કરેલા કરારની માફક જ આ કરાર કરવામાં આવ્યો છે.

*****

RP