પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આવક પર કરવેરાના સંબંધમાં રાજકોષીય કરચોરી અટકાવવા અને બમણા કરવેરા ટાળવા માટે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આવકવેરાની સમજૂતીની ત્રીજા શરતનો અમલ કરવા અને તેને બહાલી આપવા મંજૂરી આપી છે. આ શરત પર 26 ઓક્ટોબર, 2016ના રોજ હસ્તાક્ષર થયા હતા.
આ ત્રીજી શરત ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કરવેરાના હેતુસર માહિતીના આદાનપ્રદાનના પ્રવાહને પ્રોત્સાહન આપશે, જે કરચોરી નિયંત્રણમાં લેવા અને બમણો કરવેરો ટાળવા મદદ કરશે. તે બંને દેશો વચ્ચે કરવેરાની આવક સંબંધિત દાવાના કલેક્શનમાં મદદ પણ કરશે.
વર્તમાન સમજૂતીમાં ‘માહિતીના આદાનપ્રદાન’ પર કલમ 26નું સ્થાન શરતમાં સામેલ નવી કલમ લેશે, જે માહિતીના આદાનપ્રદાન માટે આંતરરાષ્ટ્રીય માપદંડને અનુરૂપ હશે.
શરતમાં ‘કરવેરાના કલેક્શન પર સહાય’ પર નવી કલમ ઉમેરવામાં આવી છે.
બંને દેશોના સંબંધિત કાયદા દ્વારા જરૂરી પ્રક્રિયા પૂર્ણ થવાના નોટિફિકેશનની તારીખે આ શરતનો અમલ શરૂ થશે.
પૃષ્ઠભૂમિઃ
કેન્દ્ર સરકાર આવકવેરા કાયદા, 1961ની કલમ 90 હેઠળ કરચોરી અટકાવવા કે બમણો કરવેરો ટાળવા માહિતીના આદાનપ્રદાન અને આવકવેરાની વસૂલાત માટે વિદેશી કે ચોક્કસ પ્રદેશ સાથે સમજૂતી કરવાનો અધિકાર ધરાવે છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સમજૂતી 3 ડિસેમ્બર, 1986ના રોજ અમલમાં આવી હતી. તેમાં પ્રથમ પ્રોટોકોલ મારફતે 1997માં સુધારો થયો હતો અને 2000માં બીજા પ્રોટોકોલ મારફતે સુધારો થયો હતો. તેના પરિણામે ભારતે આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ માહિતીના આદાનપ્રદાનને વધારવા ત્રીજા પ્રોટોકોલ મારફતે તેમાં સુધારો કરવાની દરખાસ્ત રજૂ કરી હતી તથા કરવેરાના કલેક્શનમાં સહાય પર કલમ ઉમેરી હતી. તે મુજબ ન્યૂઝીલેન્ડ સાથે વાટાઘાટો શરૂ થઈ હતી અને બંને દેશો ત્રીજા પ્રોટોકોલની કલમો પર પહોંચ્યા હતા.
AP/J.Khunt/TR/GP