Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે આઇસીએઆઈ અને આઇસીએઇડબલ્યુ વચ્ચે 2008માં થયેલા અને 2014માં નવીનીકૃત થયેલા સમજૂતી કરારને પૂર્વોત્તર અસર સાથે મંજૂરી આપી


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (આઈસીએઆઈ) તથા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઇન ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ વચ્ચે 2008માં હસ્તાક્ષર થયાં હતાં અને વર્ષ 2014માં નવી સમજૂતીને અગાઉની અસર સાથે મંજૂરી આપી છે. મંત્રીમંડળે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (આઇસીએઆઈ) તથા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઇન ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ વચ્ચે સમજૂતી કરારનાં નવીનીકરણને પણ પોતાની મંજૂરી આપી દીધી છે.

લાભઃ

આ સમજૂતી કરાર મહત્તમ સંખ્યામાં યુવાન ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આઇસીએઈડબલ્યુની વ્યાવસાયિક માન્યતા માટે પ્રોત્સાહન આપશે, જેથી યુવા ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બ્રિટનમાં વ્યાવસાયિક તકનો લાભ ઉઠાવી શકે. આ બહુ ગર્વની વાત છે કે અનેક ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બ્રિટનની કંપનીઓમાં ઊંચા પદો પર કામ કરી રહ્યાં છે. બ્રિટનની કંપનીઓ આઇસીએઈડબલ્યુની માન્યતા સાથે ભારતીય પ્રતિભા અને કૌશલ્ય પર વિશ્વાસ કરીને તેમને પોતાને નોકરી માટે રાખશે. ભારત સરકારને નાણાકીય દ્રષ્ટિએ એમાં કોઈ વાંધો નથી.

મુખ્ય અસરઃ

એનો ઉદ્દેશ સભ્યો, વિદ્યાર્થીઓ અને એમની કંપનીઓનાં હિતમાં પારસ્પરિક લાભદાયક સંબંધ વિકસાવવા માટે કામ કરવાનો છે. આ સમજૂતી કરાર બંને એકાઉન્ટન્સી સંસ્થાઓને નવા વ્યાવસાયિક પડકારોનું સમાધાન કરવામાં નેતૃત્વની ભૂમિકા અદા કરવામાં વૈશ્વિક પટલ પર રાખશે. આઈસીએઆઈનું બ્રિટન (લંડન) ચેપ્ટર બ્રિટનમાં ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને સેવા આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે.

અમલીકરણની વ્યૂહરચના અને લક્ષ્યાંકઃ

આ સમજૂતી કરાર પોતાનાં સ્થાનિક સભ્યપદ માટે અપનાવવામાં આવેલા અભ્યાસક્રમનું પાલન કરવા માટે યોગ્ય અને અનુભવી આઈસીએઈડબલ્યુ અને આઇસીએઆઈનાં સભ્યો માટે લાગુ થશે. સમજૂતી કરાર બંને યોગ્યતાઓનાં વિકાસ અને સભ્યોની સીપીડી જવાબદારીઓને માન્યતા આપે છે. આ ઉપરાંત એક સંસ્થામાં સામેલ થવા પર તેમને પ્રેક્ટિસ અને એકાઉન્ટન્સી અધિકાર પણ પ્રાપ્ત થશે તથા જ્યાં આવી વ્યવસ્થા નથી, ત્યાં વધારાની પરીક્ષાઓ તથા કાર્યનાં અનુભવનાં માધ્યમથી ફરી યોગ્યતાની પ્રાપ્તિનો માર્ગ અપનાવી શકે છ.

સમજૂતી કરારનો ઉદ્દેશ કાયદેસર રીતે બંધનકારક સંબંધ બનાવવાનો નથી અને એની જોગવાઈઓનો ઉદ્દેશ બંધારણીય, બંધનકારક અધિકારો, જવાબદારીઓને પ્રોત્સાહન આપવાનો નથી.

મુદ્દાવાર વિગતઃ

મંત્રીમંડળ દ્વારા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (આઈસીએઆઈ) તથા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઇન ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ વચ્ચે 2008માં હસ્તાક્ષર થયા હતા તેમજ વર્ષ 2014માં નવીનીકૃત થયેલી સમજૂતીને પૂર્વવર્તી અસર સાથે મંજૂરી આપવામાં આવી છે. મંત્રીમંડળે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (આઇસીએઆઈ) તથા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઇન ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ વચ્ચે થયેલી સમજૂતીનાં નવા સ્વરૂપને પણ પોતાની મંજૂરી આપી દીધી છે. મંત્રીમંડળે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (આઇસીએઆઈ) તથા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઇન ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ વચ્ચે થયેલી સમજૂતીનાં નવા સ્વરૂપનો ઉદ્દેશ એકાઉન્ટસી સંબંધિત જાણકારીમાં વધારો કરવાનો, વ્યાવસાયિક અને બૌદ્ધિક વિકાસ કરવાનો, સંબંધિત સભ્યોનાં હિતોમાં વધારો કરવાનો અને ઇંગ્લેન્ડ, વેલ્સ અને ભારતમાં એકાઉન્ટ્સી વ્યવસાયનાં વિકાસમાં સાર્થક યોગદાન માટે પારસ્પરિક સહયોગનું માળખું સ્થાપિત કરવાનો છે.

પૃષ્ઠભૂમિઃ

ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (આઇસીએઆઈ) ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ધારા, 1949 દ્વારા સ્થાપિત બંધારણીય સંસ્થા છે અને એનું કાર્ય ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનાં વ્યવસાયનું નિયમન કરવાનું છે. આઈસીએઈડબલ્યુ વિશ્વની અગ્રણી વ્યાવસાયિક સભ્યો ધરાવતી સંસ્થા છે. આ લાયકાત અને વ્યાવસાયિક વિકાસ, ટેકનિકલ કુશળતા પ્રદાન કરે છે તથા એકાઉન્ટન્સી અને ફાઇનાન્સનાં વ્યવસાયોની ગુણવત્તા અને પ્રામાણિકતા જાળવે છે.

 

RP