Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (આઇએસએ)ને મંજૂરી આપીઃ કાર્યમાળખાની સમજૂતી પર હસ્તાક્ષર


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે ભારત દ્વારા આઇએસએના કાર્યમાળખાની સમજૂતીની મંજૂરી માટે નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય (એમએનઆરઇ)ની દરખાસ્ત પર કાર્યોત્તર મંજૂરી આપવામાં આવી છે. 30મી નવેમ્બર, 2015ના રોજ આબોહવાના ફેરફાર પર સંયુક્ત રાષ્ટ્રના કાર્યમાળખાના સંમેલનની 21મી સીઓપી બેઠક દરમિયાન આઇએસએ પેરિસમાં ભારતના પ્રધાનમંત્રી અને ફ્રાંસના રાષ્ટ્રપતિએ સંયુક્તપણે આઇએસએ લોંચ કર્યું હતું.

આઇએસએ સંકલિત સંશોધન, ઓછા ખર્ચના ધિરાણ અને ઝડપી સ્થાપના માટે 121થી ધારે સૌર સ્ત્રોતથી સમૃદ્ધ દેશોને એકમંચ પર લાવવા આતુર હશે. આઇએસએ હેડક્વાર્ટર માટે શિલારોપણ હરિયાણામાં ગુરગાંવમાં ગ્વાલ પહરીમાં થયું હતું. ભારતે આઇએસએની કામગીરીને જરૂરી સાથસહકાર આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આઇએસએ ભારતને આબોહવા અને નવીનીકરણ ઊર્જાના મુદ્દે વૈશ્વિક સ્તરે લીડરશિપ પ્રદાન કરશે. તે ભારતના સૌર કાર્યક્રમો પ્રદર્શિત કરવાનો મંચ પણ પ્રદાન કરશે.

પૃષ્ઠભૂમિ

મોરોક્કોના મારકેશમાં 22મી સીઓપી બેઠક દરમિયાન આ સમજૂતી હસ્તાક્ષર માટે ખુલ્લી મુકાઈ હતી. સમજૂતીમાં આઇએસએ પર પેરિસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને સંભવિત સભ્ય રાષ્ટ્રોના વિઝનને સમાવવામાં આવ્યું છે. યુએનડીપી (સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ) અને વિશ્વ બેંકએ આઇએસએ સાથે તેની ભાગીદારીની જાહેરાત કરી છે. અત્યાર સુધી માળખાગત કાર્ય સમજૂતી પર 25 દેશોએ હસ્તાક્ષર કર્યા છે.