પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે અમેરિકામાં ટેલિકમ્યુનિકેશન્સ કન્સલ્ટન્ટ્સ ઇન્ડિયા લિમિટેડ (ટીસીઆઈએલ)ની 100 ટકા માલિકીનાં અધિકાર ધરાવતી સી-કોર્પોરેશનની રચનાને મંજૂરી આપી હતી. તેનું વર્ણન આ રીતે છેઃ
રચના કરવામાં આવશે, જેથી અમેરિકાનાં અન્ય રાજ્યોમાં વ્યાપાર કરવા માટે નોંધણી કરવાનો અધિકાર મળશે.
સી-કોર્પોરેશન દેશ માટે કિંમતી વિદેશી હૂંડિયામણ પેદા કરશે અને સરકારી ક્ષેત્રનાં સાહસ ટીસીઆઈએલનાં લાભમાં વધારો કરશે.
અમેરિકામાં યોજનાઓનાં સંચાલનનાં સંબંધમાં સી-કોર્પોરેશનની રચના અમેરિકાનાં ટેક્સાસ રાજ્યમાં કરવામાં આવી છે.
નવરચિત સી-કોર્પોરેશનનાં આકલન અનુસાર શરૂઆતનાં વર્ષોમાં લગભગ 10 ટકા લાભ મળશે અને તેનો વેપાર 10 મિલિયન અમેરિકન ડોલર હશે. કામનાં પરિમાણ અનુસાર તેનો વેપાર વધવાની સંભાવના છે.
અમેરિકામાં સી-કોર્પોરેશનની રચનાથી ટીસીઆઈએલને પોતાનો વેપાર/કારોબાર/લાભને વધારવામાં સહાયતા કરશે તથા સરકારી ક્ષેત્રનું સાહસ હોવાનાં નાતે સરકારને મહત્તમ લાભાંશ પ્રાપ્ત થશે.
ટીસીઆઈએલ પોતાનાં આંતરિક સ્રોતોમાંથી બાંયધરી સ્વરૂપે કુલ પાંચ મિલિયન અમેરિકન ડોલરનું રોકાણ કરશે. આ ઉપરાંત અમેરિકામાં વેપાર વધારવા અને બિડ બોન્ડ/એડવાન્સ પેમેન્ટ ગેરેન્ટી/સરકારી અધિકરણને વેપાર બેંક ગેરેન્ટી સુનિશ્ચિત કરવા માટે લગભગ પાંચ મિલિયન અમેરિકન ડોલરની કાઉન્ટર ગેરેન્ટી સી-કોર્પોરેશન તરફથી આપવી પડશે. આ સમયે સરકાર પર કોઈ નાણાકીય જવાબદારી નથી.
પૃષ્ઠભૂમિઃ
ટીસીઆઈએલ એક અગ્રણી આઈએસઓ – 9001 : 2008 અને આઈએસઓ 14001 : 2004 પ્રમાણિત, પરિશિષ્ટ-એ, મિનિરત્ન વર્ગ-1, 100 ટકા માલિકી ધરાવતું સરકારી સાહસ છે. તેણે દૂરસંચાર અને સૂચના પ્રોદ્યોગિતીનાં ક્ષેત્રમાં 70થી વધારે દેશોમાં યોજનાનો અમલ કરવામાં આવ્યો છે. આ કંપની દૂરસંચાર, સૂચના પ્રોદ્યોગિકી અને બિનસૈનિક માળખાગત ક્ષેત્રમાં સલાહ પ્રદાન કરે છે અને માન્યતા પૂરી થવા સુધી યોજના સેવાઓ પ્રદાન કરવામાં આવશે.
કંપનીની કુલ મૂડી 31-03-2017નાં રોજ રૂ. 2433.66 કરોડ હતી. કંપનીની પોતાની મૂડી રૂ. 588.92 કરોડ હતી. કંપનીએ 31-03-2017 સુધી સરકારને કુલ રૂ. 192.99 કરોડનું ડિવિડન્ડ આપવાનું જાહેર કર્યું છે.
અમેરિકામાં ઉચ્ચ ક્ષમતા બ્રોડબેન્ડ ઇન્ટરનેટ અને દરેક શહેરમાં કેબલ ટેલીવિઝન ઉપલબ્ધ કરાવવા માટે ‘ગૂગલ ફાઇબર’ કાર્યરત છે, જે ગૂગલનો ‘ફાઇબર-ટૂ-ધ-પ્રીમાઇસીસ પ્રોજેક્ટ’ છે. મેસર્સ ગૂગલે પોતાનાં ટેકનિકલ ભાગીદાર સ્વરૂપે થોડી આંતરરાષ્ટ્રીય કંપનીઓને પસંદ કરી છે. તેમાં મેસર્સ એરિક્સન, મેસર્સ માસ્ટેક, મેસર્સ એટીએન્ડટી, મેસર્સ જોયા વગેરે સામેલ છે. આ કંપનીઓએ વિવિધ કાર્યવાહીઓ માટે ઘણી અન્ય કંપનીઓને આગળ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. મેસર્સ ટેલીટેક એવી કંપની છે, જેણે ઓસ્ટિન (ટેક્સાસ) અને સેન હોસે (કેલિફોર્નિયા)માં નેટવર્ક લગાવવા મેસર્સ માસ્ટેક અને મેસર્સ એરિક્સનની સાથે સેવા સમજૂતી કરી છે. મેસર્સ ટેલીટેકે ત્રણ પરિયોજનાની ટેકનિક – વાણિજ્યિક તથા ચીજવસ્તુઓ પૂરી પાડવા માટે ટીસીઆઈએલ સાથે સંપર્ક કર્યો છે. મેસર્સ ટેલીટેકે 13-04-2016નાં રોજ ટીસીઆઈએલની સાથે એક સમજૂતીકરાર (એમઓયુ) હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં, જે પછી 27-05-2016નાં રોજ એક સંયુક્ત સમજૂતીકરાર પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યાં છે. વિદેશી કંપની હોવાનાં નાતે ટીસીઆઈએલને સી-કોર્પોરેશનની રચના કરવી જરૂરી છે, જેને એક અલગ કરદાતા કંપની સ્વરૂપે માન્યતા આપી શકાય. આ પગલાંથી શ્રમશક્તિ સંશાધન ઉપલબ્ધ કરાવવા માટે ટીસીઆઈએલને એલ-1 વીઝા પ્રાપ્ત કરવામાં મદદ મળશે.
RP