Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળેનવા એનઆઈટીના કાયમી પરિસરની સ્થાપના માટે સુધારેલા ખર્ચ અંદાજને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાંમળેલી મંત્રીમંડળે નવા નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી(એનઆઈટી) ના કાયમી પરિસર સ્થાપવા માટે સુધારેલ ખર્ચ અંદાજ (આરસીઈ)ને મંજૂરી આપી હતી, જે 2021- 2022 સુધીના સમયગાળા માટે રૂ. 4371.90 કરોડનો કુલ ખર્ચનો અંદાજ છે.

આ એનઆઈટીની સ્થાપના વર્ષ 2009માં કરવામાં આવી હતી અને ખૂબ જ મર્યાદિત જગ્યા અને માળખાગત સુવિધાઓ સાથે સંબંધિત હંગામી પરિસરમાં શૈક્ષણિક વર્ષ 2010-2011થી કામગીરી શરૂ કરી હતી. કાયમી પરિસરના પ્રોજેક્ટના નિર્માણ માટે જરૂરી જમીનની ફાળવણીનું કામ પૂર્ણ થવામાં વિલંબ થતા અપેક્ષિત પ્રકારે તેને પૂર્ણ કરી શકાયા નથી અને બાંધકામના ખર્ચ માટે મંજૂર કરવામાં આવેલો ખર્ચ પણ વાસ્તવિક જરૂરિયાત કરતા ઓછો છે.

મંજૂર કરેલા સુધારેલા ખર્ચ અંદાજ સાથે, આ એનઆઈટી 31 માર્ચ, 2022 સુધીમાં તેમના સંબંધિત કાયમી પરિસરમાં સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે. આ પરિસરમાં વિદ્યાર્થીઓની કુલ ક્ષમતા 6320 હશે.

એનઆઈટી એ રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓ છે જે એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં શ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થાઓમાં ગણાય છે અને તેઓએ તેમની ઉચ્ચ ગુણવત્તાના ટેકનિકલ શિક્ષણ સાથે નોંધપાત્ર હાજરી આપી છે. આ સંસ્થાઓ ઉચ્ચ ગુણવત્તાનાટેકનિકલ માનવબળનું સર્જન કરવામાં સક્ષમ છે જે દેશભરમાં ઉદ્યમવૃત્તિ અને રોજગારની તકો પેદા કરશે.

**********

NP/RP/DS