પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અભિયાન (એનએચએમ) હેઠળ થયેલી પ્રગતિની જાણકારી આપવામાં આવી છે. મંત્રીમંડળને એનએચએમના એમ્પાવર્ડ પ્રોગ્રામ કમિટી (ઇપીસી) અને મિશન સ્ટિઅરિંગ ગ્રૂપ (એમએસજી)ના નિર્ણયોની પણ જાણ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન (એનઆરએચએમ) એપ્રિલ, 2005માં શરૂ કરવામાં આવ્યું હતું અને વર્ષ 2013 દરમિયાન રાષ્ટ્રીય શહેરી સ્વાસ્થ્ય મિશન (એનયુએચએમ) લોન્ચ કરવામાં આવ્યું ત્યારે તેનું નામ બદલીને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન (એનએચએમ) કરીને જોડી દેવામાં આવ્યું હતું. પછી એનઆરએચએમ અને એનયુએચએમ એ એનએચએમ હેઠળ બે પેટાઅભિયાનો બન્યા હતા.
મંત્રીમંડળે એનએચએમ હેઠળ પ્રગતિની નોંધ લીધી હતી, જેમાં એમએમઆર, આઇએમઆર, યુ5એમઆર અને ટીએફઆરમાં ઝડપી ઘટાડો સામેલ હતો. તેમાં ટીબી, મેલેરિયા, લેપ્રોસી વગેરે વિવિધ રોગ નિયંત્રણ કાર્યક્રમોના સંબંધમાં પ્રગતિની નોંધ પણ લેવામાં આવી હતી.
મંત્રીમંડળે નોંધ્યું હતું કેઃ
અમલીકરણ વ્યૂહરચના:
લક્ષ્યાંકો:
મુખ્ય અસર:
વર્ષ 2012-13થી 2016-17માં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કુલ રૂ. 88,353.59 કરોડ (ઉદાર સહાય સહિત) રકમ આપવામાં આવી હતી, ત્યારે નાણાકીય વર્ષ 2016-17 દરમિયાન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રૂ. 18,436.03 કરોડ (ઉદાર સહાય સહિત) આપવામાં આવી હતી.
એનએચએમનો અમલ સાર્વત્રિક લાભ માટે થાય છે – એટલે કે સંપૂર્ણ વસતિ માટે. સરકારી સ્વાસ્થ્ય સુવિધાઓની મુલાકાત લેનાર દરેકને સેવાઓ ઓફર કરવામાં આવે છે. જોકે વર્ષ 2016-17 દરમિયાન સરકારી સુવિધાઓમાં આઉટ-પેશન્ટ સેવાઓનો લાભ કુલ 146.82 કરોડ લોકોએ અને ઇન-પેશન્ટ સેવાઓનો લાભ કુલ 6.99 કરોડ લોકોએ લીધો હતો. વર્ષ 2016-17 દરમિયાન સરકારી સ્વાસ્થ્ય સુવિધાઓમાં 1.55 કરોડ સર્જરી કરવામાં આવી હતી.
તે દેશમાં તમામ રાજ્યો અને જિલ્લાઓને આવરી લેશે.
હાલ ચાલુ કાર્યક્રમો:
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અભિયાન (એનએચએમ) બે પેટા-અભિયાનો એટલે કે રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય અભિયાન (એનઆરએચએમ) અને રાષ્ટ્રીય શહેરી સ્વાસ્થ્ય અભિયાન (એનયુએચએમ) ધરાવે છે. જ્યારે એનઆરએચએમને એપ્રિલ, 2005માં લોન્ચ કરવામાં આવી હતી, ત્યારે 1 મે, 2013ના રોજ મંત્રીમંડળે એનયુએચએમને મંજૂર કરી હતી. એનએચએમમાં સમાન, વાજબી અને ગુણવત્તાયુક્ત હેલ્થકેર સેવાઓની સાર્વત્રિક સુલભતા હાંસલ કરવાની કલ્પના કરવામાં આવી છે, જે લોકોની જવાબદારી પ્રત્યે જવાબદાર છે. કાર્યક્રમના મુખ્ય ઘટકોમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સ્વાસ્થ્ય વ્યવસ્થાને મજબૂત કરવી, રિપ્રોડક્ટિવ-મેટરનલ-નીઓનટલ-ચાઇલ્ડ એન્ડ એડોલસન્ટ હેલ્થ (આરએમએનસીએચ+એ) હસ્તક્ષેપો તથા ચેપી અને બિનચેપી રોગોનું નિયંત્રણ સામેલ છે.
વર્ષ 2016-17 દરમિયાન એનએએચએમ હેઠળ થયેલી પ્રગતિ નીચે મુજબ છે:
વર્ષ 2016-17 દરમિયાન એનએચએમ હેઠળ નીચેની પહેલો હાથ ધરવામાં આવી હતી:-
પૃષ્ઠભૂમિ:
મંત્રીમંડળે કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રીની અધ્યક્ષતામાં મિશન સ્ટીઅરિંગ ગ્રૂપ (એમએસજી)ની સ્થાપના કરવા માટે એનએચએમ માળખાને મંજૂરી આપી છે, જેમાં સંબંધિત મંત્રાલયોના 10 મંત્રીઓ, 16 સચિવો, 10 સ્વતંત્ર નિષ્ણાતો, 4 રાજ્ય સચિવો વગેરે સામેલ છે તેમજ આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગના સચિવની અધ્યક્ષતામાં એમ્પાવર્ડ પ્રોગ્રામ કમિટી (ઇપીસી)ની રચના કરવાની મંજૂરી આપી છે. આ સંસ્થાઓને નીતિગત માર્ગદર્શન અને નિરીક્ષણ ઉપરાંત એનઆરએચએમના ભાગ હોય તેવી તમામ યોજનાઓ અને ઘટકોના સંબંધમાં નાણાકીય નિયમનો પ્રદાન કરવામાં આવ્યા છે અને મંજૂર/સુધારાવધારા કરવાનો અધિકાર સુપરત કરવામાં આવ્યો છે. મંત્રીમંડળની મંજૂરીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે આ સુપરત અધિકારોની કવાયત એ શરતને આધિન હશે કે નાણાકીય નિયમોમાં ચલન સાથે એન(આર)એચએમ સાથે સંબંધિત પ્રોગ્રેસ રિપોર્ટ, ચાલુ યોજનાઓમાં સુધારાવધારા અને નવી યોજનાઓની વિગતો વાર્ષિક ધોરણે માહિતી માટે મંત્રીમંડળ સમક્ષ રજૂ કરવામાં આવશે.
TR