પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળને ભારત અને પ્રજાસત્તાક કોરિયા વચ્ચે ફેબ્રુઆરી, 2019માં થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ની જાણકારી આપવામાં આવી હતી.
ભારત સરકારનાં સંચાર મંત્રાલયનાંપોસ્ટ વિભાગ તથા પ્રજાસત્તાક કોરિયાની સરકારના વિજ્ઞાન અને આઇસીટી (કોરિયા પોસ્ટ) મંત્રાલય “કોરિયાની ક્વિન હુર હવાંગ-ઓક”ની થીમ પર સંયુક્તપણે ટપાલ ટીકિટ બહાર પાડવા સંમત થયા છે.
સંયુક્ત ટપાલ ટીકિટ વર્ષ 2019નાં અંત સુધીમાં પારસ્પરિક રીતેઅનુકૂળ તારીખે પ્રસિદ્ધ કરવામાં આવશે.
******
NP/J.Khunt/GP/RP