Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળને ભારત અને દક્ષિણ આફ્રિકા દ્વારા સંયુક્ત ટપાલ ટિકીટ બહાર પાડવાનાં નિર્ણયની જાણકારી આપવામાં આવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળને આજે મહાત્મા ગાંધીની પીટર મેરિત્ઝબર્ગ સ્ટેશનની ઘટનાનાં 125મા વર્ષ અને નેલ્સન મંડેલાની જન્મ શતાબ્દીનાં વિષય પર ભારત અને દક્ષિણ આફ્રિકા દ્વારા સંયુક્ત ટપાલ ટિકીટ બહાર પાડવા વિશે જાણકારી આપવામાં આવી હતી.

ભારત અને દક્ષિણ આફ્રિકા પરસ્પર સંયુક્ત ટપાલ ટિકીટ બહાર પાડવા વિશે સંમત થયાં હતાં. આ ટપાલ ટિકીટોને મહાત્મા ગાંધીનાં જીવન સાથે સંકળાયેલા મહત્ત્વપૂર્ણ પીટર મેરિત્ઝબર્ગ સ્ટેશનની ઘટનાનાં 125માં વર્ષ અને નેલ્સન મંડેલાની જન્મ શતાબ્દીનાં વિષય પર બહાર પાડવામાં આવી છે. આ સંયુક્ત ટપાલ ટિકીટો 26 જુલાઈ, 2018નાં રોજ બહાર પાડવામાં આવી હતી.

ઉપરોક્ત પ્રસંગોની યાદગીરી રૂપે જાહેર કરવામાં આવેલી ટપાલ ટિકીટો પર “ભારતનાં મહાત્મા ગાંધી” અને “દક્ષિણ આફ્રિકાનાં નેલ્સન મંડેલા”ની તસવીરો છે.

RP